તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:સુરતમાં મજૂરાગેટ પાસે રહેણાક પ્લાનમાં હેતુફેર કરી ચલાવાતી ટ્રાઇડેન્ટ હોસ્પિટલ સીલ

સુરત8 મહિનો પહેલા
મિલકતના બેઝમેન્ટ, ત્રીજો માળ, પાંચમો માળ, એ.સી.રૂમ અને બીજા માળે ઓપરેશન થિયેટર સહિતના ભાગને સીલ કરવામાં આવ્યો. - Divya Bhaskar
મિલકતના બેઝમેન્ટ, ત્રીજો માળ, પાંચમો માળ, એ.સી.રૂમ અને બીજા માળે ઓપરેશન થિયેટર સહિતના ભાગને સીલ કરવામાં આવ્યો.
  • મિલકતનો પ્લાન મંજૂર કરનાર આર્કિટેક્ટનું લાઇસન્સ સસ્પેન્ડ
  • ફાયરસેફટીનાં અપૂરતાં સાધનો, ઇન્ડોર દર્દીઓને અન્ય સ્થાળંતર કરવા સૂચના

મજૂરાગેટ કૈલાસનગરની ટ્રાઇડેન્ટ હોસ્પિટલને સેન્ટ્રલ ઝોને સીલ મારી છે. વોર્ડ ન.1, નોંધ નં.1401, 1402, 1403, ટી.પી.સ્કીમ નં.2, ફા.પ્લોટ નં. 32 પૈકી, હરિનગર સોસાયટીના પ્લોટ નં.1 ૫૨ પાંચ માળની ટ્રાઈડેન્ટ હોસ્પિટલ આવેલી છે. આ રહેણાક મિલકતમાં હેતુફેર કરી હોસ્પિટલ ચલાવાઇ રહી હતી, જેથી મિલકતના બેઝમેન્ટ, ત્રીજો માળ, પાંચમો માળ, એ.સી.રૂમ અને બીજા માળે ઓપરેશન થિયેટર સહિતના ભાગને સીલ કરવામાં આવ્યો હતો.

ફાયરસેફટીની સુવિધા અપૂર્તિ હોવાને કારણે કોવિડનાં બેડની ફાળવણી પણ ૨દ
બાકીના માળ ઉપર આઈ.સી.યુ. અને જનરલ વોર્ડના દર્દીઓને ત્રણ દિવસમાં અન્ય હોસ્પિટલમાં સ્થળાંતર કરવા સૂચના આપી હતી, જેથી મુદત પૂર્ણ થતાં જ મિલકતના બાકીના ભાગમાં સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ મિલકતમાં ફાયરસેફટીની સુવિધા અપૂર્તિ હોવાને કારણે કોવિડનાં બેડની ફાળવણી પણ ૨દ કરવામાં આવી હતી. ઉપરાંત આ મિલકતનો પ્લાન મંજૂર કરાવનાર આર્કિટેક્ટ પ્રદીપભાઈ સનમુખભાઈ ચોકસીનું રજિસ્ટર્ડ ઇજનેર તરીકેનું લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.

રાજકોટ અગ્નિકાંડ બાદ તંત્રની કાર્યવાહી
રાજકોટની હોસ્પિટલમાં અગ્નિકાંડ બાદ સુરતનો ફાયર વિભાગ હરકતમાં આવી ગયો હતો, જેમાં હોસ્પિટલમાં તપાસ ચાલી રહી છે, જેમાં મજૂરાગેટ પાસે રહેણાક પ્લાનમાં હેતુફેર કરી ચલાવાતી ટ્રાઇડેન્ટ હોસ્પિટલ સીલ કરવામાં આવી છે. ઘણી હોસ્પિટલોને ફાયરસેફ્ટીના અભાવને લઈને નોટિસ પણ આપવામાં આવી છે.