રોગચાળો:શહેરમાં કોરોના-સ્વાઈન ફ્લૂ એક સાથે થવાનો ટ્રેન્ડ, 100માંથી 5 કેસમાં બંને રોગોનાં લક્ષણો

સુરત14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિટી સ્કેનમાં પણ સરખાં લક્ષણો, અલગ અલગ RTPCR પછી જ રોગ પકડાય છે

હાલ શહેરમાં વાઈરલ કેસમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે, દર્દીઓમાં માથા-શરીરનો દુ:ખાવો, તાવ-શરદી-ઉધરસ જોવા મળી રહી છે. આ ઉપરાંત સ્વાઈન ફ્લૂ અને કોરોના બંને એક સાથે જોવા મળી રહ્યા છે. શહેરના એમડી ડોક્ટરના કહેવા પ્રમાણે સરેરાશ 100માંથી 5 કેસ આ પ્રકારના છે. બંનેના લક્ષણો સરખા દેખાઈ રહ્યા છે અને સિટી સ્કેનમાં પણ લક્ષણો સરખા જ છે. બંનેના RTPCR કરાય તો જ રોગ પકડાય છે.

નોર્મલ ફ્લૂના પણ ઘરે ઘરે દર્દીઓ ‘સ્વાઈન ફ્લૂ અને કોરોનાના અલગ અલગ આરટીપીસીઆર કરાવવા પડી રહ્યાં છે, હોસ્પિટલમાં આવનાર 100 માંથી 5 લોકોમાં આ ટ્રેન્ડ દેખાઈ રહ્યો છે, જ્યારે નોર્મલ ફ્લૂના પણ ઘરે ઘરે એક એક કેસ.’ > ડો.પ્રતિક સાવજ

ઈન્ફલ્ૂએન્ઝાનું પ્રમાણ પણ વધ્યું ‘હાલ ઈન્ફ્લૂએન્ઝા ફ્લૂનું પ્રમાણ ખુબ જ વધ્યું છે. આ રોગ ચેપી હોવાથી ઘરમાં એકને થાય તો બીજાને ચેપ લાગે છે. તાવ, માથું-શરીરનો દુ:ખાવો, કફ રહે છે. જે નોર્મલ દવાથી સારું થઈ જાય છે. છતાં સાવચેત રહેવાની જરૂર છે.’ > ડો.ધીરેન પટેલ

60 વર્ષનાએ સ્વાઈન ફ્લૂની વેક્સિન લેવી ‘વરસાદને કારણે વાયરસ-બેક્ટેરિયાનું પ્રમાણ વધ્યું છે. પરંતુ પેનિક થવાની જરૂર નથી. આ ફ્લૂ છે. જે સામાન્ય દવાથી સારો થઈ રહ્યો છે. 60 વર્ષની ઉપરના હોય તેવા લોકોએ સ્વાઈન ફ્લૂની રસી લઈ લેવી જોઈએ.’ > ડો.નિર્મલ ચોરારીયા

શહેરમાં એક સ્વાઈન ફ્લૂનો કેસ ગંભીર શહેરમાં હાલ ફ્લૂ વધ્યો છે. પરંતુ તે સામાન્ય ફ્લૂ છે. જે ડોક્ટર દ્વારા આપવામાં આવતી સામાન્ય દવાથી સારો થઈ રહ્યો છે. શહેરમાં એક સ્વાઈન ફ્લૂનો કેસ છે, જે ગંભીર છે. > આશિષ નાયક, ડેપ્યુટી કમિશનર, હેલ્થ એન્ડ હોસ્પિટલ

અન્ય સમાચારો પણ છે...