પ્રોજેક્ટનું કામ પ્રગતિ હેઠળ:સુરતમાં મેટ્રો માટે વૃક્ષો દૂર કરાયા, હવે ભેસાણમાં વનિકરણ, ​​​​​​​મેટ્રો રેલ કોર્પોરેશને પાલિકાને 68 લાખનું ફંડ આપ્યું

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વનિકરણ માટે 76.50 લાખનો ખર્ચ કરાશે

શહેરમાં રૂા.12 હજાર કરોડના મેટ્રો રેલ પ્રોજેક્ટનું કામ પ્રગતિ હેઠળ છે. મેટ્રો રેલના કામમાં નડતરરૂપ ઘણા વૃક્ષો દુર કરવામાં આવ્યા છે. દૂર કરાયેલા આ વૃક્ષોની સામે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના ફંડમાંથી પાલિકાના ભેસાણ સ્થિત સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના ખુલ્લા પ્લોટમાં એક જ સ્થળે ઘનિષ્ઠ વનિકરણ કરવામાં આવશે. આ માટે સ્થાયી સમિતિએ મંજૂરી આપી દીધી છે.

સુરતમાં મેટ્રો રેલ પ્રોજેકટ હેઠળ ડ્રીમ સિટીથી સરથાણા કોરિડોર-1નું અલગ અલગ પેકેજમાં કામ ચાલી રહ્યું છે. મેટ્રો રેલના કામમાં નડતરરૂપ વૃક્ષો દુર કરવામાં આવ્યા છે. એક જ સ્થળે ઘનિષ્ઠ વનિકરણ કરવામાં આવશે. પહેલા ગવીયર અને બમરોલી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે વનિકરણ કરવાનું આયોજન હતું.

જો કે ત્યાં કંપાઉન્ડ વોલ અને પ્લાન્ટેશન માટે જગ્યા ન હોવાથી ભેસાણ એસટીપી ખાતે ખુલ્લા પ્લોટમાં વનિકરણ કરાશે. જ્યાં તબક્કાવાર વનિકરણ કામગીરી કરાશે. રૂા.76.50 લાખના ખર્ચે કામગીરી કરવા એજન્સીને કામ સોંપાયું છે. નોંધનીય છે કે, મેટ્રો રેલ પ્રોજેકટ માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા નડતરરૂપ હજારો વૃક્ષો પાલિકાની મંજૂરી મેળવીને કાપ્યા હતા. જેની સામે વનિકરણ કરવા માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા 68 લાખનું ફંડ પાલિકાને આપવામાં આવ્યું છે. આ ફંડમાંથી વનિકરણ કરાશે.

અન્ય સમાચારો પણ છે...