પાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસે મોબાઈલ લિન્ક લોન્ચ કરી છે. આ લિન્કનો ઉપયોગ કરી સુરતીઓ પોતાના ઘર આંગણે વૃક્ષારોપણ કરી શકશે. શહેરીજનો સુરત મહાનગર પાલિકાની વેબસાઇટ, મોબાઇલ એપ તથા લિન્કના માઘ્યમથી વૃક્ષારોપણ માટેનુ ફોર્મ ભરી શકશે.
આ ફોર્મમાં શહેરીજનો પોતાના વિસ્તારમાં વૃક્ષારોપાણ પાલિકાની ભાગીદારીથી કરવા માગે છે કે પોતે કરવામા આવે છે તે જણાવવું પડશે. લોકો ફોર્મ ભરશે એટલે પાલિકા વૃક્ષારોપણ માટે મદદરૂપ થશે. ચોમાસા દરમિયાન 2 લાખ રોપા રોપવા માટેનો ટાર્ગેટ પાલિકાએ રાખ્યો છે. 5મી જૂન વિશ્વ પર્યાવણ દિનની ઉજવણી નિમિત્તે સુરત મહાનગર પાલિકા દ્વારા વૃક્ષારોપણ-રોપા વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં 350 નંગ વિવિધ પ્રકારના વૃક્ષોના રોપાનું વૃક્ષારોપણ અને તુલસાની 400 રોપાનું વિતરણ કરાયું હતું.ઉપરાંત તમામ ઝોનમાં 1526 રોપાનું વૃક્ષારોપણ અને પાલિકાની તમામ ઝોનમાં નર્સરી ખાતેથી 2150 રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ સાથે ખાનગી સ્થળોએ વૃક્ષારોપણ કરવા માટે સુરત મહાનગર પાલિકાની વેબસાઇટ અને મોબાઇલ પર નોંધણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વૃક્ષારોપણનો 5 જૂનથી 15 સપ્ટેમ્બર સુધી કેમ્પેઇન ચાલશે. નોંધનીય છે કે, શહેરીજનોને સરળતાથી વૃક્ષો મળી રહે તે માટે સુરત મહાનગર પાલિકાની મોબાઇલ એપ્લિકેશન મારફતે રજિસ્ટ્રેશનનો વિકલ્પ આપ્યો છે. જેમાં શહેરીજનોને વડ, પીપળો, લીમડો, બોરસલ્લી, ગુલમહોર જેવા વિવિધ જાતના વૃક્ષો ઘરે આંગણે રોપી શકશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.