સુરતના સમાચાર:પર્યાવરણની જાગૃતિ ફેલાવતા ટ્રી ગણેશ, ગુરુકુળમાં જલજીલણી એકાદશીની ઉજવણી, કાપોદ્રામાં એક દિવસીય યોગ શિબિર

સુરત24 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરતમાં પર્યાવરણની જાગૃતિ ફેલાવતા શ્રી ગણેશાનું આયોજન કરવામાં આવ્યું છે. - Divya Bhaskar
સુરતમાં પર્યાવરણની જાગૃતિ ફેલાવતા શ્રી ગણેશાનું આયોજન કરવામાં આવ્યું છે.

હાલ ગણેશોત્સવ ચાલી રહ્યો છે, ત્યારે સુરતમાં પર્યાવરણની જાગૃતિ ફેલાવતા શ્રી ગણેશાનું આયોજન કરવામાં આવ્યું છે, તો બીજી તરફ જલજીરણી એકાદશી નિમિત્તે સુરતના વેડરોડ સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. કાપોદ્રા વિસ્તારમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે એક દિવસની ઇન્ટીગ્રેટેડ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

ટ્રી ગણેશાથી પર્યાવરણનો સંદેશ
'ટ્રી ગણેશા'ના સ્થાપક વિરલ દેસાઈએ જણાવ્યું હતું કે, આ આયોજનમાં ગુજરાતનું વન વિભાગ અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, સુરત પણ સત્તાવાર રીતે સંકળાયેલા છે. તેમના આ પ્રકલ્પ વિશે તેમણે જણાવ્યું હતું કે, 'અમૃતકાલ એટલે કે મિશન 2047નો પ્રકલ્પ લેવાનું મુખ્ય કારણ એ છે કે, જેમ આઝાદીના 75માં વર્ષે આપણી આગલી પેઢીના અથાક પ્રયત્નોથી આપણને એક સુંદર અને સશક્ત ભારતની ભેટ મળી છે એમ 2047માં દેશ સો વર્ષનો‌ થશે, ત્યારે આપણા અથાક પ્રયત્નોથી આપણે આપણી આવનારી પેઢીને સ્વચ્છ અને સશક્ત પર્યાવરણની ભેટ આપવાની છે. એ માટે આપણે સૌએ સજ્જ અને સજાગ થવું પડશે અને એ સજાગતા માટે જાગૃતિ આવે એ માટે જ અમે 'સત્યાગ્રહ અગેઈન્સ્ટ પૉલ્યુશન એન્ડ ક્લાઈમેટ ચેન્જ'ની થીમ રાખી છે.'

પ્રભુ સ્વામીએ ઠાકોરજીને કેસર જળથી અભિષેક કર્યો હતો.
પ્રભુ સ્વામીએ ઠાકોરજીને કેસર જળથી અભિષેક કર્યો હતો.

જલ જીલણી એકાદશીની ઉજવણી
જળઝીલણી એકાદશીના દિવસે સુરતના વેડ રોડ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના પ્રભુ સ્વામી વગેરે સંતોએ ઠાકોરજીને અભિષેક કરી સ્વિમિંગ પુલમાં નૌકા વિહાર કરાવ્યો હતો. પ્રભુ સ્વામીએ ઠાકોરજીને કેસર જળથી અભિષેક કર્યો હતો. બાદમાં રમણીય નાવમાં ઠાકોરજીને પધરાવી પ્રભુ સ્વામી, દિવ્ય સ્વામી, ભક્તિ સ્વામી ,અક્ષર સ્વામી વગેરે સંતોએ ઠાકોરજીને જળમાં વિહાર કરાવેલ. રાકેશભાઈ તથા ધીરુભાઈ કોટડીયા વગેરે હરિભક્તો તથા ઉપસ્થિત બાળકોએ ઠાકોરજીને અભિષેક કરવાનો લાભ લીધો હતો.

યોગ શિબિરનું આયોજન
વરાછાના કાપોદ્રા વિસ્તારમાં આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે એક દિવસે ઇન્ટીગ્રેટેડ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. નિશુલ્ક રીતે યોજનારી આયોગ શિબિરમાં સ્વામી પરમાર્થદેવજી અને આચાર્ય ચંદ્ર મોહનજીના સાનિધ્યમાં ગુરુવારે સવારે સાડા પાંચ વાગ્યાથી સાડા સાત વાગ્યા સુધી યોગ શિબિર યોજાશે.જેમાં મોટાપા, ડાયાબિટીસ, બીપી, હાર્ટની તકલીફ, થાઇરોઈડ, માયગ્રેન, પથરી, સાંધાના દુખાવા, ચર્મ રોગ, સ્ત્રી રોગો, એલર્જીથી લઈને તમામ રોગોનો સમાધાન થાય તે પ્રકારના યોગાસન શીખવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...