અકસ્માત:પુણામાં કાર પર ઝાડ પડ્યું, ઝાડ હટાવતા ફાયર ઓફિસરને ઈજા

સુરત23 દિવસ પહેલા
  • કૉપી લિંક
કાર પર પડેલા ઝાડને હટાવવા જતાં ફાયર ઓફિસરના માથે ઇજા થઇ હતી. - Divya Bhaskar
કાર પર પડેલા ઝાડને હટાવવા જતાં ફાયર ઓફિસરના માથે ઇજા થઇ હતી.
  • આરોગ્ય કેન્દ્ર પાસેની ઘટના, ઝાડ પડતા કારને નુકસાન

પુણા આરોગ્ય કેન્દ્ર પાસે શનિવારે સવારે અચાનક એક ઝાડ તુટી પડ્યું હતું. નજીકમાં પાર્ક કરેલી એક કાર પર ઝાડ પડતા કારમાં નુકશાન થયું હતું. બનાવની જાણ થતા ઘટના સ્થળે પહોંચેલી ફાયરબ્રિગેડ ઝાડ હટાવવાની કામગીરી કરતી હતી. તે વખતે ઝાડની ડાળી માથામાં વાગતા ફાયર ઓફિસર ઈજાગ્રસ્ત થયા હતા.

પુણા ગામ આરોગ્ય કેન્દ્ર પાસે શુક્રવારે સવારે અચાનક એક ઝાડ તુટી પડ્યું હતું. ઝાડ નજીક પાર્ક કરેલી એક વેગનઆર કાર પર ઝાડ તુટીને પડતા કારનો પાછળનો કાચ તુટી ગયો હતો અને કારના ઉપરના ભાગે ગોબો પડી ગયો હતો. બનાવની જાણ થતા ફાયરબ્રિગેડ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને કાર પર પડેલા ઝાડને હટાવવાની કામગીરી હાથ ધરી હતી.

દરમ્યાન ઝાડ કાપતી વખતે અચાનક ઝાડની ડાળીનો મોટો ભાગ તુટીને નીચે પડ્યા બાદ કામગીરી કરતા ફાયર ઓફિસર દીનું પટેલના માથા સાથે ભટકાતા તેમને ઈજા થઈ હતી. જેથી તેમને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં તેમના માથાના ભાગે બે ટાંકા લઈ સારવાર બાદ તેમને રજા આપી દેવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...