તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એકના એક દીકરાનું મોત:સુરતના હજીરામાં અદાણી પોર્ટ પર હાઇડ્રોલિક ક્રેઇનની ચેનલમાંથી છટકેલી લોખંડની પ્લેટ હેલ્પર પર પડતા સારવાર દરમિયાન મોત

સુરત18 દિવસ પહેલા
  • કૉપી લિંક
મૃતક યુવકની ફાઈલ તસવીર. - Divya Bhaskar
મૃતક યુવકની ફાઈલ તસવીર.
  • બે મહિના પહેલા જ યુવક અદાણી પોર્ટ પર કામે લાગ્યો હતો

સુરતના હજીરામાં અદાણી પોર્ટ પર હાઇડ્રોલિક ક્રેઇનની ચેનલમાંથી છટકેલી લોખંડની પ્લેટથી ઘવાયેલા વેસ્ટ બંગાળના હેલ્પરને સિવિલમાં મૃત જાહેર કરાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. ગુરુવારની મોડી સાંજે બનેલી ઘટના બાદ સંદીપ રાયને સિવિલ લવાયો હતો. બે મહિના પહેલા જ કોસ્ટલ મરિન કન્સ્ટ્રક્શન એન્ડ એન્જિનિયરીંગ લિમિટેડના કોન્ટ્રાકટ હેઠળ સંદીપ અદાણી પોર્ટ પર કામે લાગ્યો હતો.

હજીરામાં મૃતક યુવક ભાડે રહેતો હતો
દિનેશ ચન્દ્રદાસ (સાથી કર્મચારી) એ જણાવ્યું હતું કે, સુદીપ રોય (ઉ.વ. 29) હજીરા કોલોનીમાં નલેશ પટેલના ઘરમાં ભાડુઆત તરીકે રહેતો હતો. જૂન મહિનામાં કોસ્ટલ મરીન કન્સ્ટ્રક્શન એન્ડ એન્જિનિયરીગ લિમિટેડ નામની કંપનીના નેજા હેઠળ કોન્ટ્રાક્ટમાં અદાણી પોર્ટ પર હેલ્પર તરીકે કામ કરતો હતો.

યુવકને સિવિલ હોસ્પિટલમાં મૃત જાહેર કરાયો
વધુમાં જણાવ્યું હતું કે ગુરુવારની મોડી સાંજે હાઇડ્રોલિક ક્રેઇન દ્વારા ચેનલ વડે એક લોખંડની પ્લેટ ઉઠાવવાનું કામ ચાલી રહ્યું હતું. અચાનક ચેનલમાંથી પ્લેટ એક બાજુ છટકી જતા સુદીપ પર આવી પડી હતી. જેમાં એ ઇજાગ્રસ્ત થયો હતો. સુદીપને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ બાદ સુરત સિવિલ લઈ આવતા મૃત જાહેર કરાયો હતો.

એકના એક દીકરાના મોતથી પરિવારમાં શોકનો માહોલ
વધુમાં જણાવ્યું હતું કે સુદીપ પરિવારનો એકનો એક દીકરો હતો. ઘટનાની જાણ બાદ પરિવાર શોકમાં સરી પડ્યું હતું. ઘટના બાબતે સુદીપને બનેવી એ ટેલિફોનિક વાતચીત કરતા એ સુરત આવી રહ્યા હોવાનું જણાવ્યું છે. હજીરા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.