તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:ઇઝ ઓફ ડુઇંગના ધજાગરા,1 વર્ષમાં GSTના રજિસ્ટ્રેશનમાં 54 %નો ઘટાડો

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વેપારીઓને રિફંડ, રજિસ્ટ્રેશન અને સુધારા-વધારામાં પણ હાલાકી

GSTમાં નવા રજિસ્ટ્રેશન આપવાના આકરાં વલણ વચ્ચે નવો ઉદ્યોગ-વેપાર શરૂ કરનારાઓને ફટકો પડ્યો છે. રાજ્યમાં છેલ્લાં એક વર્ષમાં નવા રજિ.ના પ્રવાહમાં 54 ટકાનો ઘટાડો થયો છે. જેથી સીએ એસો.એ સરકારને લેખિત રજૂઆત કરી ‘ ઇઝ ઓફ ડુઇંગ’ યાદ અપાવ્યુ છે. એસો. કહે છે કે, હાલ એક રીતે વેપારીને ધંધો કરવાથી રોકવામાં આવી રહ્યા છે.

રિટર્નનું મિસમેચ તપાસવા સ્પોટ વેરિફિકેશન પર જોર
હાલ અધિકારીઓ 2-એ અને 3-બી રિટર્નમાં વેપારીએ બતાવેલી ક્રેડિટ ચેક કરી રહ્યા છે. જેમાં ખાસ કરીને એક કરોડની ઉપરની મિસમેચ હોય તો ખાસ વોચ રાખવામાં આવી રહી છે અને આવા વેપારીને ત્યાં સ્પોટ વિઝિટ કરવામાં આવી રહી છે. હાલ છેલ્લાં કેટલાંક દિવસોમાં 700 જગ્યાએ સ્પોટ વિઝિટ કરાઈ છે તેમાં 80 જેટલાં કેસ બોગસ નિકળ્યા છે.

પહેલાં 1.92 લાખ રજિ. થતાં
અગાઉ વર્ષે સરેરાશ 1.92 લાખ રજિસ્ટ્રેશન થતાં હતા જેમાં આ વર્ષે 87 હજારનો ઘટાડો થયો છે. વર્ષ 2018 થી 2020 વચ્ચે 5.50 લાખ રજિસ્ટ્રેશન થયા હતા.

અન્ય સમાચારો પણ છે...