ઠરાવ:TRB સાજનની વકીલાત કરનાર મિનેષ ઝવેરી બારમાંથી સસ્પેન્ડ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મેહુલ-સાજન ભરવાડની બબાલમાં બાર એસો.નો ઠરાવ
  • ACP સી.કે. પટેલના બચાવમાં પણ કોઈ વકીલ નહીં આવે

વકીલ મેહુલ બોઘરા અને ટીઆરબી હેડ સાજન ભરવાડ વચ્ચેની બાબલમાં વકીલ મિનેષ ઝવેરીને જિલ્લા બાર એસો.ના કાયમી સભ્યપદમાંથી આજીવન સસ્પેન્ડ કરતો ઠરાવ સામાન્ય સભામાં કરાયો હતો. મિનેષ ઝવેરીએ આરોપી સાજન ભરવાડની જામીન અરજી ચલાવવા પોતાનું વકીલપત્ર રજૂ કર્યું હતું, જેના પગલે શુક્રવારે સભા બોલાવવામાં આવી હતી. નોંધનીય છે કે, ગુરુવારે જ બારે મિનેષ ઝવેરીને નોટિસ પાઠવી હતી. જો કે, મિનેષ ઝવેરીએ તેનો જવાબ પણ આપ્યો હતો. દરમિયાન શુક્રવારની સભામાં એડવોકેટને પોતાની કેબિનમાં જ માર મારનારા એસીપી સી.કે. પટેલના કેસમાં પણ કોઈ વકીલે બચાવ માટે વકીલપત્ર રજૂ નહીં કરવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.

એડવોકેટ મેહુલ બોઘરા સાથે ટીઆરબી હેડ સાજન ભરવાડે જાહેર રસ્તા પર જ દંડાવાળી કરી માથુ ફોડી નાંખ્યું હતું. જો કે, આ પ્રકરણમાં આરોપી સાજન ભરવાડ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે જ બાર એસો.એ વકીલોને વિનંતી કરી હતી કે, કોઈએ સાજન ભરવાડની તરફે વકીલપત્ર રજૂ કરવું નહીં, પરંતુ એડવોકેટ મિનેષ ઝવેરીએ વકીલપત્ર રજૂ કરતાં આ ઇશ્યુ પહેલાં કાઉન્સિલમાં આવ્યો હતો અને આખરે સામાન્ય સભામાં તેમને સસ્પેન્ડ કરતો ઠરાવ કરાયો હતો. વકીલ વિરલ મહેતાએ એસીપી સી.કે. પટેલ સામે કોઈ વકીલ હાજર ન રહે એવો એજન્ડા સમજાવતા જણાવ્યું હતું, જે બાબત સ્વીકારી લેવાવામાં આવી હતી.

હાઇકોર્ટમાં જઈશ: ઝવેરી
એડવોકેટ મીનેષ ઝવેરીએ કહ્યુ કે આ ઠરાવ સામે હાઇકોર્ટમા પિટિશન કરીશ.આરોપીને વકીલ રોકવાનો અધિકારી છે મારી સામેનો નિર્ણય પ્રિજ્યુટાઇઝ થઇને કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...