તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બચાવ કાર્ય:રિંગરોડ બ્રિજથી નીચે કૂદવા જતાં યુવકને TRBએ બચાવ્યો

સુરત9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આર્થિક ભીંસથી આપઘાત કરતા યુવકને ઉગાર્યો

કાપડ માર્કેટમાં કામ કરતો યુવક ઓવર બ્રિજની પાળી પર ચડી આપઘાતનો પ્રયાસ કરી રહ્યો હતો. એજ સમયે ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક પોલીસની મદદ કરી રહેલા ટીઆરબી જવાન ત્યાંથી પસાર થઇ રહ્યા હતા. આ લોકોનું ધ્યાન જતા પોલીસ અને ખાસ કરીને ટ્રાફિક પોલીસ સાથે રહેલ ટીઆરબી જવાને સમય સૂચકતા વાપરીને આ યુવાનની નજર ચૂકવીને તેની નજીક પહોંચીને યુવાને આપઘાત કરતા પહેલા ઉગારી લીધો હતો. યુવાનને બચાવી પોલીસ મથકે લઈએ જવામાં આવ્યો હતો.

જોકે, આ યુવાનની તમામ વાત સાંભળીને આર્થિક ભીંસમાં આવી જતા આ પગલું ભરવા જઈ રહ્યો હોવાની વાત સામે આવી હતી. યુવાનનો જીવ બચાવનાર ટીઆરબી રોહિત વિજયભાઈ અને સાગર સુરેશભાઈ અને લોકરક્ષક હિતેશભાઈની કામગીરીને લઈને પોલીસ અધિકારી દ્વારા અભિનંદન અપાઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો