તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

LIVE વીડિયો:સુરતમાં યુવાન બ્રિજની પાળી પર ચડી આપઘાત કરે તે પહેલાં TRB જવાનોએ બચાવી લીધો

સુરત10 દિવસ પહેલા
  • કૉપી લિંક
રિગરોડ પર આવેલા કાપડ માર્કેટના ઓવર બ્રિજ પર આપઘાત કરવા પહોંચી ગયેલો યુવાન. - Divya Bhaskar
રિગરોડ પર આવેલા કાપડ માર્કેટના ઓવર બ્રિજ પર આપઘાત કરવા પહોંચી ગયેલો યુવાન.
  • રિંગરોડ પર આવેલ ઓવર બ્રિજ પર એક યુવાને પહોંચી આપઘાતનો પ્રયાસ કર્યો
  • આર્થિક ભીંસમાં આવી જતા યુવકે આપઘાતનું પગલું ભરવાની પોલીસને જણાવ્યું હતું

સુરત શહેરમાં એક યુવક બ્રિજની પાળી પર ચડીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, રિંગરોડ પર આવેલા કાપડ માર્કેટના ઓવર બ્રિજ પર આપઘાત કરવા ગયેલા યુવાનને ટ્રાફિક ટીઆરબી જવાનોએ જીવ બચાવ્યો હતો. ટ્રાફિક જવાનોની કામગીરીને લઈને ઉચ્ચ અધિકારીઓએ અભિનંદન આપ્યા હતા.

યુવાનની નજર ચૂકવી જીવ બચાવ્યો
મળતી માહિતી પ્રમાણે, અંદાજે 35 વર્ષીય એક યુવક કાપડ માર્કેટમાં કામ કરે છે અને આ કાપડ માર્કેટ રિંગરોડ પર આવેલ છે. ત્યારે આ વિસ્તારમાં હાલમાં આવેલા ઓવર બ્રિજની પાળી પર આ યુવાન ચડીને આપઘાત કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જોકે આ યુવાન આવું કરી રહીયો હતો ત્યારે ત્યાંથી ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક પોલીસની મદદ કરી રહેલા ટીઆરબી જવાન ત્યાંથી પસાર થઇ રહ્યા હતા. આ લોકોનું ધ્યાન જતા પોલીસ અને ખાસ કરીને ટ્રાફિક પોલીસ સાથે રહેલ ટીઆરબી જવાને સમય સૂચકતા વાપરીને આ યુવાનની નજર ચૂકવીને તેની નજીક પહોંચીને યુવાને આપઘાત કરતા પહેલા ઉગારી લીધો હતો.

ટ્રાફિક જવાન પસાર થતા હતા ત્યારે યુવાનને બ્રિજની પાળી પર ચડેલો જોયો હતો.
ટ્રાફિક જવાન પસાર થતા હતા ત્યારે યુવાનને બ્રિજની પાળી પર ચડેલો જોયો હતો.

ટ્રાફિક જવાનોની કામગીરીની પ્રશંસા
યુવાનને બચાવી પોલીસ મથકે લઈએ જવામાં આવ્યો હતો. જોકે, આ યુવાની તમામ વાત સાંભળીને આર્થિક ભીંસમાં આવી જતા આ પગલું ભરવાની વાત સામે આવતા પોલીસે આ યુવાન વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી છે. યુવાનનો જીવ બચાવનાર ટીઆરબી રોહિત વિજયભાઈ અને સાગર સુરેશભાઈ અને લોકરક્ષક હિતેશભાઈની કામગીરીને લઈને પોલીસ વિભાગમાં તેમના અધિકારી દ્વારા અભિનંદન આપવામાં આવી રહ્યા છે.

યુવાન કૂદે તે પહેલાં જ બચાવી લેવાયો.
યુવાન કૂદે તે પહેલાં જ બચાવી લેવાયો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો