તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • TRB In Surat Abandons Young Woman After Mother, Doesn't Care About 10 month old Innocent Son Despite Having A Hole In His Heart

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ત્રાસ:સુરતમાં TRB જવાને યુવતીને માતા બનાવી તરછોડી દીધી, 10 મહિનાના માસૂમ દીકરાને હ્રદયમાં કાણું છતાં પણ પરવા કરી નહીં

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • TRB જવાનના ભાઇએ ધમકી આપી, મેરે ભાઇ કો છોડ દે, નહીં તો જાનથી હાથ ધો બેઠેગી

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં રહેતી યુવતીને લગ્ન કરવાની લાલચ આપી એક સંતાનની માતા બનાવ્યા બાદ તરછોડી દેનાર ટીઆરબી જવાન સામે યુવતીએ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે. ટીઆરબી જવાનના ભાઇએ તું મેરે ભાઇ કો છોડ દે, નહીં તો તુ અપને જાન સે હાથ ધો બેઠેગી એવી ધમકી આપતા યુવતીએ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, દીકરાના હ્રદયમાં કાણું હોવા છતા ટીઆરબી જવાન પરના ન કરતા યુવતની પોલીસના દ્વાર ખખડાવ્યા છે.

પૂજાને ત્રણ મહિનાનો ગર્ભ રહેતા દિપેન્દ્રને જાણ કરી હતી
પાંડેસરા વિસ્તામાં ભવાનીનગરમાં રહેતી પૂજા(નામ બદલ્યું છે)નો ચારેક વર્ષ અગાઉ તેની ફ્રેન્ડના પતિના મિત્ર એવા ટીઆરબી જવાન દિપેન્દ્ર ઉર્ફે દિપક કમલસીંગ સાથે પરિચય થયો હતો. દિપેન્દ્રએ પૂજા સમક્ષ પ્રેમનો એકરાર કરતા કહ્યું હતું કે, મૈ તુમ્હે બહોત પ્યાર કરતા હું, મૈ તુમ્હારે બિના નહીં રહે શકતા, મૈ તુમશે શાદી કરના ચાહતા હું, મૈ તુમ્હારે બિના મર જાઉંગા એમ કહ્યું હતું. જેથી પૂજાએ દિપેન્દ્રના પ્રેમ પ્રસ્તાવ સ્વીકાર્યો હતો અને બંને ફરવા જતા તથા એકાંત પણ માણતા હતા. દરમિયાનમાં પૂજાને ત્રણ મહિનાનો ગર્ભ રહેતા દિપેન્દ્રને જાણ કરી હતી.

દિપેન્દ્ર અને પૂજાએ મંદિરમાં લગ્ન કરી લીધા હતા
દિપેન્દ્રએ કહ્યું હતું કે, જ્યાં સુધી મોટા ભાઇ બિપીનના લગ્ન નહીં થાય ત્યાં સુધી પરિવારને કહેવું યોગ્ય નથી એમ કહી દિપેન્દ્રએ લગ્નની વાત નકારી કાઢી હતી. દરમિયાનમાં પૂજા ગર્ભવતી હોવાની જાણ તેની માતાને થતા દિપેન્દ્ર અને પૂજાએ મંદિરમાં લગ્ન કરી લીધા હતા. ગત જાન્યુઆરી મહિનામાં પૂજાએ પુત્રને જન્મ આપ્યો હતો. આ અરસામાં બિપીનના લગ્ન થઇ જતા પરિવારને લગ્નની જાણ કરવા પૂજાએ દિપેન્દ્રને કહ્યું હતું. જોકે, દિપેન્દ્રએ આ બાબતે પૂજા સાથે ઝઘડો કરી માર માર્યો હતો અને કાકા-કાકી સાથે સુરતથી વતન ચાલ્યો ગયો હતો અને પરિવારને જાણ કરી ન હતી.

દિપેન્દ્ર સાથેના લગ્નના ફોટા સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા
પૂજાએ દિપેન્દ્ર સાથેના લગ્નના ફોટા સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા હતા. પૂજાના ફ્રેન્ડલીસ્ટમાં દિપેન્દ્રના પિતા કમલસીંગ પણ હતા અને તેમણે ફોટા જોતા ચોંકી ગયા હતા. જેથી દિપેન્દ્રએ પૂજાને કહ્યું કે, તારા કારણે પરિવારને લગ્નની જાણ થઇ ગઇ, હજી મારી બહેનના લગ્ન બાકી છે. જ્યારે બિપીને પૂજાને ફોન પર તું મેરે ભાઇ કો છોડ દે નહીં તો તું અપને જાન સે હાથ ધો બેઠેગી, તુને જબરજસ્તી શાદી તો કર લી લેકિન અબ તું પછતાયેગી. દિપેન્દ્રએ તરછોડી દેવા ઉપરાંત પુત્રને હાર્ટમાં કાણું હોવાથી છેવટે પૂજાએ દિપેન્દ્ર અને તેના ભાઇ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

વધુ વાંચો