તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:સુરતથી ઓલપાડ જતા પરિવારની કાર કેનાલમાં પલટી, બેના મોત, ઘુળેટીની ઉજવણીમા ફાર્મ હાઉસ જતા અક્સ્માત નડ્યો

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ધૂળેટીની ઉજવણી માટે પરિવાર રાત્રિના સમયે ફાર્મ હાઉસ તરફ જતું હતું - Divya Bhaskar
ધૂળેટીની ઉજવણી માટે પરિવાર રાત્રિના સમયે ફાર્મ હાઉસ તરફ જતું હતું
  • ટકારમા ગામ નજીક સ્ટીયરીંગ પરથી કાબૂ ગૂમાવતા કાર કેનાલમાં ખાબકી

સુરતના કતારગામથી રાત્રિના સમયે ઓલપાડના એરથાણ તરફ જતી કાર કેનાલમાં પલટી મારી ગઈ હતી. ટકારગામ ગામ નજીક રાત્રિના સમયે સ્ટીયરીંગ પરથી કાબૂ ગૂમાવતા કાર કેનાલમાં પલટી મારી ગઈ હતી. જેથી કારમાં સવાર બે લોકોના મોત નીપજ્યાં હતાં. જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. ધૂળેટીની ઉજવણી માટે પરિવાર રાત્રિના સમયે ફાર્મ હાઉસ તરફ જતું હતું,તે સમયે સર્જાયેલા અકસ્માત બાદ કીમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રાત્રિ સમયે સ્થાનિકોએ ઈજાગ્રસ્તો અને મૃતદેહોને બહાર કાઢ્યાં હતાં.
રાત્રિ સમયે સ્થાનિકોએ ઈજાગ્રસ્તો અને મૃતદેહોને બહાર કાઢ્યાં હતાં.

મનોરંજન માટે પરિવાર જતુ હતુ
કતારગામ વિસ્તારમાં રહેતા કાપડના વેપારીના પરિવારના સભ્યોમાં મયુરભાઈ બાબુભાઇ ગાબાણી (ઉ.વ.આ. 28) રહે. કતારગામ સુભાષ નગર પરિવાર સાથે વર્ના કાર નંબર (GJ5JA 2546) લઈને ઓલપાડના એરથાણ ગામના એલિફન્ટા ફાર્મ હાઉસમાં ધુળેટી નિમિતે મનોરંજન માટે જતા હતાં હતાં. એ દરમિયાન ટકારમા ગામ નજીક સ્ટીયરીગ પરથી કાબૂ ગૂમાવતા કાર કેનલમાં ખાબકી હતી.

ઈજાગ્રસ્તોને સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
ઈજાગ્રસ્તોને સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

પાંચ વ્યક્તિ ડૂબ્યા હતા
કાર કેનાલમાં ખાબકતા એક માસુમ સહિત 5 જણા ડૂબ્યાં હતાં.મયુરભાઈ અને એના મિત્રનો 2 વર્ષ નો માસૂમ પુત્ર અર્જુન શૈલેષનું પાણીમાં ડૂબી જતાં મોત નીપજ્યું હતું. પત્ની શીતલ, સહિત અને રિન્કુ અને બીજી એક યુવતીને ગંભીર ઇજા પહોંચતા તમામને સુરતની ખાનગી હોસ્પિટલ કિરણમાં દાખલ કરાયા હતાં.

એક જ પરિવારના માસૂમ બાળક સહિત બેના મોત થતાં પરિવારમાં શોક ફેલાયો હતો.
એક જ પરિવારના માસૂમ બાળક સહિત બેના મોત થતાં પરિવારમાં શોક ફેલાયો હતો.

રંગોનો તહેવારે કાલિમા છવાઈ
પરિવારના માસૂમ અર્જુન અને મયુરનું પોસ્ટ મોર્ટમ ઓળપાડમાં થયું હતું.મયુર કાલે મોડી સાંજે ફાર્મ પર જવા નીકળી ગયો હતો.આજે મિત્ર પરિવાર સાથે જવાનો હતો. હોળીના રંગોના તહેવારમાં જ બે વ્યક્તિના એક જ પરિવારમાં મોત નીપજતાં શોકની કાલિમા છવાઈ ગઈ હતી. કોરોના સંક્રમણના કારણે સરકારને ધૂળેટીની ઉજવણી પર પ્રતિબંધ મૂક્યો હોવાથી સંપન્ન પરિવાર કુટુંબના સભ્યો સાથે ફાર્મમાં હોળીની ઉજવણી કરવા માટે જતી વખતે સમગ્ર અકસ્માત સર્જાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો