આત્મહત્યા:નવસારી બજારના ટ્રાવેલર્સનો ઓફિસમાં ઝેર પીને આપઘાત

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • લિંબાયતના વૃદ્ધ અને ડિંડોલીના યુવકનો આપઘાત

શહેરમાં આપઘાતના અલગ અલગ બનાવોમાં ત્રણ વ્યક્તિએ જીવન ટુંકાવી લીધું હતું. નવસારી બજાર નિત્યાનંદ એપાર્ટમેન્ટ ખાતે રહેતા 54 વર્ષીય દિપકભાઈ પુનમચંદ્ર જરીવાલા ટ્રાવેલ્સનો વ્યવસાય કરતાં હતા. ગત 26 નવેમ્બરે તેમણે પોતાની ઓફિસમાં ઝેર પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. એક મહિનાની સારવારના અંતે સ્મીમેરમાં તેમનું મોત નિપજ્યું હતું. દિપકભાઈને બે થી ત્રણ ટુર કેન્સલ થતાં તેમણે ટેન્શનના કારણ આપઘાતનું પગલું ભર્યું હોવાની શક્યતા વ્યકત કરાઇ છે.

અન્ય બનાવમાં નવાગામ ડિંડોલી રહેતા 41 વર્ષીય હેમરાજભાઈ કેશવરાવ દેકાટે છેલ્લા 6 મહિનાથી બેકાર હતા અને તેમના પત્ની મજુરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. બુધવારે રાત્રે તેમણે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બેકારીથી કંટાળીને આપઘાતનું પગલું ભર્યું હોવાની શક્યતા વ્યકત કરાઇ રહી છે. અન્ય બનાવમાં લિંબાયત શિવકૃપા સોસાયટીમાં રહેતા જગદીશભાઈ ેએકનાથ કાટવે(68 )નિવૃત્ત જીવન વ્યતિત કરતા હતા.

તેઓ છેલ્લા લાંબા સમયથી ભગંદરની બીમારીથી પીડાતા હતા અને જેના કારણે તેમને બેસવામાં તકલીફ થતી હતી. બુધવારે તેમના પરિવારના સભ્યો લગ્ન પ્રસંગમાં ગયા હતા ત્યારે જગદીશભાઈએ પોતાના ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બીમારીથી કંટાળીને તેમણે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. બનાવ અંગે પોલીસે અક્સમાત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...