ત્રીજી લહેરના એંધાણ:મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરીઅન્ટ 21 કેસોમાંથી 2 સંક્રમિતોની ટ્રાવેલ હિસ્ટ્રી સુરતની મળતા પાલિકા તંત્ર હરકતમાં આવ્યું

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
નવા વેરિયન્ટને નાથવા માટે પાલિકા દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
નવા વેરિયન્ટને નાથવા માટે પાલિકા દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે.(ફાઈલ તસવીર)
  • નવા વેરિએન્ટને કેન્દ્ર સરકાર દ્વારા વેરિયન્ટ ઓફ કન્સર્ન જાહેર કરાયો છે

કોરોનાની ત્રીજી લહેરને લઈ સરકાર અને તંત્ર એલર્ટ છે. નવા ડેલ્ટા વેરિઅન્ટના મહારાષ્ટ્રમાં 21 કેસ સામે આવ્યા છે. જેમાંથી બે લોકોની ટ્રાવેલ્સ હિસ્ટરી સુરત છે. હાલ જ આ નવા વેરિએન્ટને કેન્દ્ર સરકાર દ્વારા વેરિયન્ટ ઓફ કન્સર્ન જાહેર કરાયો છે. જે રીતે સુરતમાંથી મહારાષ્ટ્ર પહોંચેલા બે લોકોમાં આ વેરિયન્ટ જોવા મળ્યો છે તેના કારણે હવે પાલિકા તંત્ર પણ હરકતમાં આવી ગયું છે.

સુરતની ટ્રાવેલ હિસ્ટ્રી
મહારાષ્ટ્રમાં કોરોનાના નવા વેરિયન્ટ ડેલ્ટા પ્લસના 21 પોઝિટિવ કેસો સામે આવતા ત્રીજી લહેરને લઇ ચિંતા વધી છે. ગુજરાતમાં આ વેરિએન્ટનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. પરંતુ મહારાષ્ટ્રમાં જે નવા વેરિએન્ટના 21 કેસો સામે આવ્યા છે તેમાંથી બે કેસની ટ્રાવેલ્સ હિસ્ટ્રી સુરતની છે. સુરતના લગ્ન સમારોહમાં આવેલા આ બે જ્વેલર્સ જ્યારે મુંબઇ પહોંચ્યા ત્યારે તેઓ કોરોના પોઝિટિવ થયા હતા અને તેમના જીનોમ સિકવેન્સિંગ લેબમાં તપાસ કરવામાં આવ્યા તો આ નવા વેરિએન્ટની જાણ થઈ હતી. સુરતમાં કોરોનાની બીજી લહેર પીક પર હતી એવામાં આ બે જ્વેલર્સને કારણે સુરત તંત્ર સજાગ બન્યું છે.

મેડિકલ સહિતની સુવિધાઓ સાથે તંત્ર સજ્જ હોવાનું મેડિકલ ઓફિસરે કહ્યું હતું.
મેડિકલ સહિતની સુવિધાઓ સાથે તંત્ર સજ્જ હોવાનું મેડિકલ ઓફિસરે કહ્યું હતું.

તંત્રએ તૈયારી આદરી
સુરતના આરોગ્ય અધિકારી આશિષ નાયકે જણાવ્યું હતું કે, કોરોના પોતાના દરેક વેરિએન્ટમાં લક્ષણો બદલે છે અને ઘાતક બનતો જાય છે. આ નવા વેરિયન્ટને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે. અમે RTPCR બાદ અનેક સેમ્પલ્સ જીનોમ સિકવેન્સ માટે મોકલતા હોઈએ છે. પરંતુ અત્યાર સુધી ડેલ્ટા પ્લસનો એક પણ પોઝિટિવ કેસ સુરતમાં નોંધાયો નથી. હાલમાં મહારાષ્ટ્રના બે કેસની થઈ રહી છે જેમની ટ્રાવેલ્સ હિસ્ટ્રી સુરતની છે તેમાં અધ્યયન કરવું જરૂરી છે કે તેઓ અન્ય કયા સ્થળોએ ગયા હતા. બીજી બાજુ અમે સુરતના તમામ એન્ટ્રેન્સ ગેટ પર લોકોના કોરોના ટેસ્ટ કરી રહ્યા છે અને નવા વેરિઅંટને લઇ સતર્ક છીએ.

પાલિકા દ્વારા કોરોનાના નવા ખતરા સામે તૈયારીઓ કરવામાં આવી રહ્યાનું કહેવામાં આવ્યું હતું.
પાલિકા દ્વારા કોરોનાના નવા ખતરા સામે તૈયારીઓ કરવામાં આવી રહ્યાનું કહેવામાં આવ્યું હતું.

સુરતમાં વધુ કેસ હોવાની સંભાવના
મહારાષ્ટ્રના બે કેસ છે જેમના ડેલ્ટા પોઝિટિવ આવ્યા છે તે એપ્રિલ મહિનામાં નોંધાયા હતા અને ત્યારે સુરતમાં તે વખતે કોરોનાની બીજી લહેર પીક પર હતી. તો શું તે વખતે ડેલ્ટા પલ્સના કેસો સુરતમાં અસ્તિત્વમાં હતા ? કોરોનાની બીજી લહેરમાં મોટાભાગે સુરતમાં ડેલ્ટા વેરિએન્ટના કેસો જોવા મળ્યા હતા. શું તે વખતે ડેલ્ટા પલ્સના કેસો પણ સુરતમાં હતા કે નહીં તે અંગેની તપાસ પણ જરૂરી છે. કારણ કે જે રીતે મહારાષ્ટ્રના બે કેસોમાં ટ્રાવેલ હિસ્ટ્રી સુરત છે અને તે પણ એપ્રિલ મહિનામાં નોંધાઈ છે તેને લઈને ચોક્કસથી ડેલ્ટાપલ્સના કેટલાક કેસો સુરતમાં હોવાની સંભાવનાઓ વધી ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...