નિયમ:60 લાખની વસ્તી વચ્ચે માત્ર 2 સરકારી હોસ્પિ.માં ટ્રોમા સેન્ટર

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિવિલ, સ્મિમેર મળી રોજના 300થી વધુ અકસ્માત કેસ
  • દર 10 લાખની વસ્તીએ 1 ટ્રોમા સેન્ટર જરૂરી

શહેરની બે સરકારી હોસ્પિટલોમાં એક-એક ટ્રોમા સેન્ટર છે. તેમાં શહેરની 60થી વધુ વસ્તીની સારવાર માટે આવે છે. જ્યારે આરોગ્ય વિભાગના નિયમો મુજબ 10 લાખની વસ્તી માટે એક ટ્રોમા સેન્ટર હોવું જોઈએ, તે મુજબ સુરત શહેરમાં ઓછામાં ઓછા 6 ટ્રોમા સેન્ટર હોવા જોઈએ. પરંતુ શહેરમાં માત્ર બે જ ટ્રોમા સેન્ટર છે.

અનેક લોકો સુવિધાઓના અભાવે મૃત્યુ પણ પામે છે. ત્યારે સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં પણ અનેક સુવિધાઓ ઉપલબ્ધ નથી. ટ્રોમા સેન્ટરમાં NICU, ICU, સર્જન, ઓપરેશન થિયેટર, બ્લડ બેંક, લેબ, ન્યુરો સર્જરી, ફિઝિશિયન, ક્રિટિકલ કેર યુનિટ જેવી સુવિધાઓનો અભાવ છે. આ તમામ સુવિધાઓ માટે દર્દીઓને જરૂરી વોર્ડમાં મોકલવામાં આવે છે. જ્યારે સ્મીમેર હોસ્પિટલના ઈમરજન્સી સેન્ટરને ટ્રોમા સેન્ટરમાં ફેરવી દેવામાં આવ્યું છે.

શહેરની આ બે મોટી સરકારી હોસ્પિટલો નવી સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલમાં રોજના લાખો દર્દીઓ સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી સારવાર માટે આવે છે. બંને હોસ્પિટલોમાં મળીને દરરોજ 300થી વધુ અકસ્માતના કેસ ઈમરજન્સીમાં આવે છે.

બંને ટ્રોમા સેન્ટરો પણ સંપૂર્ણ સજ્જ નહીં
સિવિલમાં નાના ઓપરેશન થિયેટર છે, પણ મોટી સર્જરી માટે અન્ય વોર્ડમાં ખસેડાય છે. ટ્રોમા સેન્ટરમાં બ્લડ બેંક-લેબ નથી, સ્ટાફની પણ અછત છે. 2019 બાદ ઈમરજન્સી વોર્ડને ટ્રોમા સેન્ટર બનાવી દેવાયો હતો. અહીં બ્લડ બેંક, લેબ, સર્જન જેવી જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ નથી.

અન્ય સમાચારો પણ છે...