આપઘાત:આર્થિક સંકડામણને લીધે લિંબાયતના યુવકનો ફાંસો

સુરત7 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ડિંડોલીમાં બેકારીથી કંટાળી યુવકનો આપઘાત

લિંબાયતના યુવકે કમરના બેલ્ટ વડે ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું. આર્થિક સંકડામણના કારણે યુવકે પગલું ભર્યું હોવાની શક્યતા વ્યકત કરાઈ રહી છે. આપઘાતના અન્ય બનાવમાં ડિંડોલીમાં બેકારીથી કંટાળી યુવકે ફાંસો ખાઈ લીધો હતો. બન્ને બનાવો અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

​​​​​​​લિંબાયત બજરંગદળ મંદિર પાસે દત્તાત્રેય નગર ખાતે રહેતો અક્ષય ઉમેશભાઈ મહાલે(20)ટેક્સટાઈલ માર્કેટમાં કામ કરતો હતો. એક મહિનો પહેલા એપેન્ડીંક્સનું ઓપરેશન કરાવ્યું હતું. ત્યારબાદ તે બેકાર હતો. પિતા છુટક મજુરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. મંગળવારે અક્ષય આરડી ફાટક પાસે લગ્ન પ્રસંગમાં ગયો હતો. ત્યાંથી પરત આવ્યા બાદ અક્ષય ઘરમાં આવ્યો હતો. તે સમયે માતા બહાર નીકળતા તેણે દરવાજો બંધ કરી લીધો હતો અને કમરના પટ્ટા વડે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આર્થિક સંકડામણના કારણે તેણે આપઘાતનું પગલું ભર્યું હોવાની શક્યતા વ્યકત કરાઈ છે.

અન્ય બનાવમાં ડિંડોલી કરાડવા રોડ સેવન હાઈટ્સ ખાતે રહેતા પુરૂષોત્તમ સંતોષભાઈ પાટીલ(40) પ્રાઈવેટ કંપનીમાં કલેક્શનનું કામ કરતા હતા. 10 દિવસથી તેમની નોકરી છુટી ગઈ હતી. 2 દિવસથી તેઓ પરત નોકરી પર લાગ્યા હતા. દરમિયાન મંગળવારે સાંજે તેમણે પોતાના ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બેકારીથી કંટાળીને તેમણે આપઘાતનું પગલું ભર્યું હોવાની શક્યતા વ્યકત કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...