આપઘાત:નોકરીના બહાને પ્રેમી સાથે સુરત રહેતી મહારાષ્ટ્રની યુવતીનો ફાંસો

સુરત16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મોનિકાની યુપીવાસી યુવક સાથે સોશિયલ મીડિયા પર મિત્રતા થઇ હતી
  • મૃતક યુવતીના પરિવારે આપઘાત મામલે આશંકા વ્યકત કરી

સોશિયલ મિડીયા પર યુપીવાસી યુવક સાથે સંપર્ક બાદ પ્રેમમાં પડેલી અહમદ નગરની યુવતીને ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. થોડા દિવસો પહેલા જ યુવતી સુરતમાં નોકરીના બહાને આવી ગઈ હતી અને પ્રેમી યુવાન સાથે રહેતી હતી. બનાવ અંગે કાપોદ્રા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી તપાસ શરૂ કરી છે.

અહમદ નગરની વતની મોનિકા સુભાષભાઈ કાનકર(22)એ બીએસસી અને કમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો. પિતા ખેતી કામ કરે છે અને એક ભાઈ અને એક બહેન છે. સોશિયલ મિડીયા પર યુપીના વતની અને કાપોદ્રા ચંચલ નગર ખાતે રહેતા રત્નકલાકાર શુભમકુમાર રાણાના સંપર્કમાં આવી હતી અને છેલ્લા ત્રણ વર્ષથી બન્ને વચ્ચે પ્રેમસંબંધો હતા. થોડા દિવસ પહેલા મોનિકા સુરતમાં નોકરી લાગી હોવાનું પરિવારને કહી સુરત પ્રેમી સાથે રહેવા માટે આવી ગઈ હતી. શુક્રવારે મોડી રાત્રે કોઈક કારણસર મોનિકાએ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા કાપોદ્રા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી.

પોલીસે મોનિકાના પરિવારને જાણ કરતા તેઓ સુરત દોડી આવ્યા હતા. મોનિકાના આપઘાત અંગે પરિવારે શંકા પણ વ્યકત કરી હતી. જેથી પોલીસે મોનિકા કાનકર સાથે રહેતા તેના પ્રેમી અને અન્ય એક યુવકની પુછપરછ પણ હાથ ધરી હતી. જોકે હાલના તબક્કે મોનિકાએ ક્યાં કારણસર આપઘતા કર્યો તે કાપોદ્રા પોલીસ જાણી શકી ન હતી. બનાવ સંદર્ભે કાપોદ્રા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...