તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત:અમરોલીમાં કોન્ટ્રાક્ટરનો માનસિક તણાવમા ફાંસો

સુરત17 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમરોલીમાં લેબર કોન્ટ્રાક્ટરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. છેલ્લા એક મહિનાથી બેકાર હોવાથી માનસિક તણાવમાં આવી આપઘાત કર્યો હોવાની શક્યતા છે. મુળ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના કમઠીયા ગામના વતની અને હાલ અમરોલીમાં પરદેશીપાર્ક એપાર્ટમેન્ટમાં રહેતા 45 વર્ષીય નાનજીભાઈ મંગાભાઈ પરમાર લેબર કોન્ટ્રાક્ટર તરીકે કારીગરો રાખી ધંધો કરતા હતા.

નાનજીભાઈએ શનિવારે બપોરે પોતાના ઘરે છતના હુક સાથે પ્લાસ્ટિકની નાયલોનની દોરી બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.નાનજીભાઇની પત્ની ગજેરા સર્કલ પાસે સફાઈ કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની પત્ની સવારે કામ પર ગયા બાદ બપોરે પરત આવતા તેણીએ પતિને લટકેલી હાલતમાં જોતા ચોકી ગઈ હતી. નાનજીભાઇ એક મહિનાથી બેકાર હોવાથી તેણે માનસિક તણાવમાં આવીને પગલું ભર્યા હોવાની શકયતા છે.

અન્ય સમાચારો પણ છે...