હરિયાણાના વિદ્યાર્થીની કબૂલાત:સુરતના યુવકોને હનીટ્રેપમાં ફસાવી, નાણાં ખંખેરી બંને ભાઈ યુક્રેન જવાના હતા

સુરત9 દિવસ પહેલા
  • કૉપી લિંક
આરોપીની તસવીર - Divya Bhaskar
આરોપીની તસવીર
  • સાદાબ-સાકીબના ફોનમાંથી યુવતીનાં નામનાં 3 બોગસ એકાઉન્ટ મળ્યાં

સોશિયલ મીડિયા પર મહિલાના નામનું ફેક એકાઉન્ટ બનાવી વિડીયો કોલિંગ કરી યુવકોને ઉત્તેજિત કરી બિભત્સ વિડીયોથી બ્લેકમેલીંગ કરતી ટોળકીના સૂત્રધાર સાદાબખાન અને તેનો ભાઈ સાકીબ લાખોની કમાણી કરી તે રૂપિયાથી યુક્રેનમાં અભ્યાસ માટે જવાનો પ્લાનિંગ કરતા હતા. બન્ને બેંક ખાતામાં 44 લાખના ટ્રાન્જેકશનો મળ્યા હતા. જેમાં સાદાબખાનના એક બેંક ખાતામાં 2 વર્ષમાં 34 લાખના થયા હતા. જયારે તેના ભાઈ સાકીબના બેંક ખાતામાં 10 લાખના ટ્રાન્જેકશનો થયા હતા. હરિયાણા ફરીદાબાદમાં સીરોહી ગામે રહેતા બન્ને ભાઈઓ ઘરેથી આખો વેપલો કરતા હતા.

પોલીસની ટીમને તેની પાસેથી બે મોબાઇલ મળ્યા હતા. બે મોબાઇલ પૈકી એક મોબાઇલ પાસવર્ડ મારી ખોલ્યો હતો. જેમાં તપાસ કરતા 3 મહિલાઓના નામે 3 ઈન્સ્ટ્રાગ્રામ એકાઉન્ટો મળી આવ્યા હતા. આ ત્રણેય એકાઉન્ટમાંથી કેટલા લોકોને શિકાર બનાવ્યા તે અંગે ડેટા મેળવી તપાસ કરાય રહી છે. ઉપરાંત મોબાઇલમાંથી મોટી સંખ્યામાં સુંદર દેખાતી મહિલાઓના ફોટો મળી આવ્યા છે.

અત્યાર સુધીમાં પોલીસ તપાસમાં બન્ને સૂત્રધારોના બે બેંક ખાતા અને બે વોલેટ મળી આવ્યા છે. જેના ડેટા મેળવી દેશભરમાં કંઈ કંઈ જગ્યા પરથી કોણ-કોણ શિકાર બન્યું છે તે અંગેની પણ હકીકતો સામે આવી શકશે. બન્ને ભાઈઓને કારણે રાંદેરના યુવકે સોસીયલ મીડિયા પર રૂપસુંદરીની સાથે ચેટિંગ કરવાના ચક્કરમાં આપઘાત કરવાની નોબત આવી હતી.