પુણામાં રહેતા એસવાય બીકોમના વિદ્યાર્થીએ ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. અન્ય બનાવમાં અડાજણમાં હાર્ડવેરના વેપારીએ દુકાનમાં ફાંસો ખાધો હતો. પુણા અર્જુન નગરમાં રહેતો કેવિન ગણપત રાખોલીયા (ઉ.વ.19)એસવાય બીકોમમાં અભ્યાસ કરતો હતો. માતા-પિતા નવસારી રહે છે અને પિતા હીરાના કારખાનામાં કામ કરે છે. જ્યારે કેવિન સુરતમાં કાકા અને દાદી સાથે રહેતો હતો.
બુધવારે રાત્રે દાદી પાણી પીવા જતા કેવિન ફાંસો ખાધેલી હાલતમાં મળ્યો હતો. કેવિને પ્રેમ પ્રકરણમાં આપઘાત કર્યો હોવાની પોલીસે શક્યતા વ્યકત કરી હતી. બીજા બનાવમાં અડાજણ ગ્રીન ટેરેસમાં રહેતા કિશોર ચંદુભાઈ પંચાલ(51)એ પાલનપુર કેનાલ રોડ પર રોયલ ટાઈટેનિયમ બિલ્ડીંગમાં પોતાની જ હાર્ડવેરની દુકાનમાં કોઈ કારણસર ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.