વરાછામાં 2 આપઘાત:માનસિક બીમાર યુવકનો ફાંસો, આર્થિક સંકડામણમાં શ્રમજીવીએ ઝેર પીધું

સુરત22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

વરાછામાં અલગ અલગ ઘટનામાં બે લોકોએ જીવન ટૂંકાવી લીધું હતું.વરાછાના હેમકુંજ સોસાયટીમાં રહેતા ૩૩ વર્ષીય નિકુંજ રમણીક નિમાવતે આર્થિક સંકડામણમાં સોમવારે ઝેર પી લીધી હતું. નિકુંજને સ્મીમેરમાં લવાતા ફરજ પરના ડોક્ટર મૃત જાહેર કર્યો હતો.

ન્ય એક ઘટનામાં મોટા વરાછાની નીચલી કોલોનીમાં રહેતા 35 વર્ષીય કેતનભાઇ મહેશભાઈ રાઠોડે સોમવારે રાત્રે ઘરની પાછળ આવેલ બાથરૂમમાં બારી સાથે દોરી બાંધી ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. કેતનભાઇ છેલ્લા 2 વર્ષથી માનસિક બીમાર હોય જેના કારણે બીમારીથી કંટાળીને પગલું ભર્યું હોવાનું પરિવારે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...