તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત મનપાનો ચોંકાવનારો સરવે:0થી 10 વર્ષના બાળકોમાં સંક્રમણનું પ્રમાણ વધ્યું, કન્ટેઇનમેન્ટ એરિયામાં બાળકોને રમવા દેતા પહેલા ચેતજો

સુરત10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોશિયલ ડિસ્ટન્સિંગ ન રહે તો એક વ્યક્તિ 5 દિવસમાં 70 અને 30 દિવસમાં 400ને ચેપ લગાડે છે : પાલિકા

સુરત પાલિકાએ બુધવારે વિવિધ સ્ટડી અને સરવેના પરિણામોને આધારે માસ્ક પહેરવા તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગનું મહત્વ લોકોને જણાવ્યુ હતું. પાલિકા કમિશનરએ કહ્યુ હતું કે ‘હાલમાં 10 વર્ષ અને તેનાથી ઓછી ઉંમરના બાળકોમાં પણ કોરોના વાયરસના સંક્રમણના કેસ વધ્યા છે. બાળકોમાં વાયરસ પ્રસરવાની શક્યતા વધારે હોઇ છે. જેથી બાળકોએ પણ માસ્ક પહેરવા જોઇએ અને ખાસ કરીને કન્ટેઇનમેન્ટ એરિયામાં બાળકો નહિં રમે તે માટે પાલિકાએ તાકીદ કરી છે.

જો એક વ્યક્તિ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નથી કરતો તો તે 5 દિવસમાં 65થી 70 અને 30 દિવસમાં 400થી વધુને સંક્રમિત કરી શકે છે. યુ.કેમાં થયેલા એક અભ્યાસ મુજબ 45 વર્ષથી વધુના એ વેક્સિન લીધી હોય તો તેવાના મૃત્યુદર ઘટી રહ્યા છે અને જે લોકોએ વેક્સિન ન લીધી હોઇ તેવા લોકોમાં મૃત્યુદર વધી રહ્યા છે. આ સ્ટડીથી ફલિત થાય છે કે વેક્સિન લીધી હોઇ તો મૃત્યુદર સાથે હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યામાં ઘટાડો થાય છે.’

આ એરિયામાં વધુ સંક્રમણ

  • સેન્ટ્રલ ઝોન: ગોપીપુરા, ચોકબજાર, નાનપુરા, સગરામપુરા, બેગમપુરા
  • વરાછા-એ: અશ્વિનીકુમાર, લંબેહનુમાન રોડ
  • વરાછા-બી: મોટાવરાછા
  • રાંદેર: અડાજણ, અડાજણ પાટિયા
  • કતારગામ: અખંડ આનંદ કોલેજ વિસ્તાર, ધનવર્ષા સોસાયટી
  • ઉધના: મીરાનગર, સંજયનગર, ભેસ્તાન, વડોદ, ઉનપાટિયા
  • અઠવા: અલથાણ, સિટીલાઇટ, કરીમાબાદ, વેસુ
  • લિંબાયત: ગોડાદરા, ડીંડોલી, ઉમરવાડા, મગોબ

પાલિકાના પોર્ટલ પર કેન્દ્રોની યાદી
સુરત પાલિકાની વેબપોર્ટલ પર સરકારી, ખાનગી તમામ વેક્સિનેશન સેન્ટરની યાદી મુકવામાં આવી છે. આ સેન્ટર પર જઇ લોકો વેક્સિન મુકાવી શકશે. તેમજ એક જ સોસાયટીમાં અથવા તો એક સાથે 500થી વધારે લોકો વેક્સિનેશન માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હોઇ તો ત્યાં આવીને પાલિકા વેક્સિનેશન કરાવશે એવી પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો