કોરોના સુરત LIVE:બમણી ગતિએ ફેલાતું સંક્રમણ, નવા કેસ 50ને પાર કરી 57 કેસ નોંધાયા, એક્ટિવ કેસ વધીને 266

સુરત15 દિવસ પહેલા
  • કૉપી લિંક
કોરોના સંક્રમણને પગલે હોસ્પિટલ સ્ટાફ પણ ફરી તૈયારીઓમાં લાગી ગયો છે (ફાઈલ તસવીર) - Divya Bhaskar
કોરોના સંક્રમણને પગલે હોસ્પિટલ સ્ટાફ પણ ફરી તૈયારીઓમાં લાગી ગયો છે (ફાઈલ તસવીર)
  • શહેર જિલ્લામાં 205426 કેસ સામે આવી ચૂક્યા છે

સુરત શહેર-જિલ્લામાં બમણી ગતિએ કોરોના સંક્રમણ વધી રહ્યું છે. 4 મહિના બાદ વિતેલા 24 કલાકમાં નવા 57 કેસ નોંધાયા છે. સિટીમાં 45 કેસ અને જિલ્લામાં 12 કેસ નોંધાયા છે. છેલ્લા 15 દિવસમાં 346 પોઝિટિવ કેસ નોંધાયા છે. છેલ્લા 108 દિવસથી એક પણ દર્દીનું મોત થયું નથી. હાલ સુરત શહેર જિલ્લામાં 266 એક્ટિવ કેસ છે. જેમાંથી 6 દર્દી હોસ્પિટલમાં દાખલ છે. વિતેલા 24 કલાકમાં 20 દર્દીને કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યા હતા.

દુબઈથી આવેલા હીરાના વેપારી, ગૃહીણીઓ, વિદ્યાર્થિનીઓ, વેપારી સંક્રમિત
શહેરમાં સામે આવેલા નવા પોઝિટિવ કેસમાં દુબઈથી પરત આવેલા ઘોડદોડ રોડના હીરાના વેપારી, વેસુના ટેક્ષટાઈલ વેપારી, શહેરના અલગ અલગ વિસ્તારમાં રહેતી 13 ગૃહિણીઓ, અડાજણમાં રહેતા પ્યુન અને તેમની પત્ની, કટલેરીના વેપારી, ભટાર અને મજુરાગેટ વિસ્તારમાં રહેતી વિદ્યાર્થિનીઓ, 2 સેલ્સમેન, તેમજ સિનિયર સિટીઝનો સંક્રમિત થયા છે.

શહેરમાંથી 16 વ્યક્તિ કોરોનામુક્ત
શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 57 કેસ સામે આવ્યા છે. ગત 21 ફેબ્રુઆરીએ શહેરમાં 21 કેસ નોંધાયા હતા. કોરોના પોઝિટિવ આવેલા 45 નવા કેસ શહેરમાં આવ્યા છે. સુરત શહેર જિલ્લામાં છેલ્લા બે દિવસથી 40થી વધુ કેસ સામે આવી રહ્યા છે. આજ રોજ શહેરમાંથી 16 દર્દી કોરોનામુક્ત બન્યા છે.

202916 લોકો કોરોનામાંથી સાજા થઇ ચૂક્યા છે
અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 205426 કેસ સામે આવી ચુક્યા છે જે પૈકી 202916 લોકો કોરોનામાંથી સાજા થઇ ચુક્યા છે. કુલ 2240 લોકો શહેર જિલ્લામાં કોરોનામાં મૃત્યુ પામી ચુક્યાનું સરકારી ચોપડે નોંધાઈ ચૂક્યું છે.