નિર્ણય:છઠપૂજા માટે ઉધનાથી દાનાપુર અને છપરા માટે ટ્રેન દોડાવાશે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ઉત્તરભારતની સ્પેશિયલ ટ્રેનો પેક થઈ જતાં લેવાયેલો નિર્ણય

દિવાળી અને છઠપૂજાને ધ્યાને રાખી પ.રેલવે દ્વારા ઉધનાથી દાનાપુર અને ઉધનાથી છપરા માટે સુપરફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશ્યલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.ઉધના-છપરા સુપરફાસ્ટ સ્પેશ્યલ ટ્રેન કુલ 4 ફેરા મારશે.આ ટ્રેન હવે દર શુક્રવારે ઉધનાથી સવારે 8.35 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે બપોરે 1.10 વાગ્યે છપરા પહોંચશે.આ ટ્રેન 5મી અને 12મી નવેમ્બરે ઉધનાથી ઉપડશે.

આવી જ રીતે વળતામાં આ ટ્રેન 6 અને 13 નવેમ્બરે છપરાથી ઉપડશે.અન્ય એક ટ્રેન ઉધના-દાનાપુર સુપરફાસ્ટ સ્પેશ્યલ ટ્રેન દર સોમવારે ઉધનાથી રાત્રે 8.35 વાગ્યે ઉપડશે અને ત્રીજા દિવસે 12.30 વાગ્યે દાનાપુર પહોંચશે.આ ટ્રેન 8મી અને 15મી નવેમ્બરે ઉધનાથી ઉપડશે.જ્યારે દાનાપુરથી આ ટ્રેન 10મી અને 17મીએ ઉધના માટે ઉપડશે. ઉલ્લેખનીય છે કે ઉત્તરભારત માટેની સ્પેશ્યલ ટ્રેનો પેક છે અને વેઇટિંગ લિસ્ટ વધી રહ્યું છે ત્યારે છઠપૂજા માટે રેલવે દ્વારા વધુ સ્પેશ્યલ ટ્રેનો જાહેર કરવી પડી છે.

દિવાળી પૂર્વે 3 દિવસમાં ST વિભાગને 80 લાખ આવક
સુરત એસટી વિભાગે 30મીથી 1 તારીખ વચ્ચે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત માટે બસ દોડાવી 80 લાખથી વધુની આવક રળી લીધી છે. રોજની 150 બસ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત દોડાવવામાં આવી રહી છે.ગ્રૂપ અને એડવાન્સ બુકીંગ થકી સુરત વિભાગને રોજની 20 લાખથી વધુ આવક થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...