આયોજન:2500 ફીમાં ગાર્ડ, શિક્ષકો, હોસ્પિટલ સ્ટાફને તાલીમ

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ફાયર ફાઇટીંગની તાલીમ માટે કોર્સ શરૂ કરશે
  • ફાયર વિભાગનું 1 સપ્તાહના કોર્સનું આયોજન

શહેરની ફેકટરીઓ, હોસ્પિટલો, ટેક્સટાઇલ માર્કેટો, સ્કૂલ-કોલેજો જેવી શૈક્ષણિક ઇમારતોમાં ફાયર ફાઇટીંગ સીસ્ટમ હોવા છતાં ટ્રેઇન્ડ મેઇન પાવર ન હોવાથી ઘણીવાર મોટી આગની ઘટના બનતી હોઇ છે ત્યારે આ સ્પે. કેટેગરીમાં આવતી ઇમારતોમાં કામ કરતા સિક્યુરિટી, મેનેજર, વર્કર, કામદાર, શૈક્ષણિક સંસ્થા, વિદ્યાર્થીઓ, નોન ટેક્નિકલ સ્ટાફ, હોસ્પિટલ સ્ટાફ વગેરેને ફાયર ફાઇટીંગ સિસ્ટમ ઓપરેટ કરવા સંદર્ભે તાલીમ આપવા સુરત પાલિકાનું ફાયર વિભાગ 1 વીકનો કોર્સ શરૂ કરવા જઇ રહી છે. આ માટે રૂા.2500 ચાર્જ તાલીમ માટે ચૂકવવો પડશે.

આ ચાર્જમાં દર ત્રણ વર્ષે રીવાઇઝ કરાશે. જેમાં 20 ટકા અથવા તો જરૂરિયાત મુજબ ફીમાં વધારો કરાશે. પાલિકા દ્વારા ભેસ્તાન ખાતેના ટ્રેનિંગ સેન્ટરમાં આ કોર્સ શરૂ કરશે. તાલીમ માટે ફાયર વિભાગ દ્વારા જરૂરી કલાસરૂમ, ઇલેક્ટ્રિકપાવર, પાણીની સુવિધા, ઇક્વિપમેન્ટ પુરા પાડવા તથા ટ્રેનિંગ બાદ આવા ટ્રેનિંગ પૂર્ણ કરનાર તાલીમાર્થીને પ્રમાણપત્ર પણ ઇસ્યુ કરાનાર હોવાથી ચાર્જ 2500 રખાયો છે. ગુરુવારે મળનાર સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ કોર્સ શરૂ કરવા મામલે નિર્ણય લેવાશે.

અન્ય સમાચારો પણ છે...