• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Training Of 60 Personnel, Including Police, On How To Provide First Aid If A Passenger Has A Heart Attack At The Airport.

ભાસ્કર વિશેષ:એરપોર્ટ પર પેસેન્જરને હાર્ટ એટેક આવે તો પ્રાથમિક સારવાર કેવી રીતે આપવી તે અંગે પોલીસ સહિત 60 કર્મચારીને ટ્રેનિંગ

સુરત3 મહિનો પહેલાલેખક: મિલન માંજરાવાલા
  • કૉપી લિંક
  • જૂનમાં એક પોલીસકર્મીને એટેક આવ્યાની ઘટના બાદ એરપોર્ટ તંત્ર સતર્ક બન્યું

એરપોર્ટ પર કોઈ પેસેન્જરને હાર્ટ એટેક આવે તો તેને બચાવી શકાય તે માટે સુરત એરપોર્ટના 60 કર્મચારીને ડોક્ટરોએ ટ્રેનિંગ આપી સર્ટિફિકેટ પણ આપ્યા છે. પીપલોદની એક ખાનગી હોસ્પિટલના સીઇઓ ડો. બિરેન ચૌહાણે કહ્યું કે, જૂનના અંતમાં ટર્મિનલ બિલ્ડિંગમાં ફરજ બજાવતા પોલીસકર્મી રણજીતને હાર્ટ એટેક આવતા અમારા ડોક્ટરોએ સીઆરપી આપી હોસ્પિટલ લાવીને બચાવી લીધો હતો. ત્યારબાદ મે અમારી હોસ્પિટલના ડો. પ્રો. અર્જુન તથા એરપોર્ટના ડિરેક્ટર અમન સૈની સાથે મળી 60 કર્મીને અમેરિકન હાર્ટ એસો.ની ગાઇડલાઇન મુજબ બેઝિક લાઇફ સપોર્ટની ટ્રેનિંગ અાપી છે.

ટ્રેનિંગમાં હાર્ટ એટેકના લક્ષણોથી માંડીને પ્રાથમિક સારવારની રીત શીખવી છે. દર 3 માસે ટ્રેનિંગ અપાશે. હાર્ટ એટેકના દર્દીને 3 મિનિટમાં ઓક્સિજન બ્રેઇન સુધી ન પહોંચે તો તે કામ કરવાનું બંધ કરી દે છે. જેથી બેઝિક લાઇફ સપોર્ટથી ઓક્સિજન બ્રેઇન સુધી પહોંચે છે.

દર 3 મહિને બેઝિક લાઈફ સપોર્ટની તાલીમ અપાશે
એરપોર્ટ, પોલીસ અને ફાયર સહિતના કર્મીઓને ટ્રેનિંગ અપાઈ હતી. આ સિસ્ટમથી હાર્ટ એટેકના 60% દર્દીને બચાવાઈ છે.

કેસ ઘટતા જૂનમાં 29 હજાર પેસેન્જર નોંધાયા, સુરતથી 294 ફલાઈટે ઉડાન ભરી
એરપોર્ટ ડિરેક્ટર અમન સૈનીએ કહ્યું કે, કોરોનાના કેસો ઘટતા જ જૂનમાં 29 હજાર પેસેન્જરની અવર જવર નોંધાઈ છે. જેમાં 14,545 પેસેન્જરો આવ્યા અને 14,036 પેસેન્જરો ગયા છે. 294 ફ્લાઇટની અવર જવર નોંધાઈ છે. મે માસમાં 16170 પેસેન્જરની અવરજવર નોંધાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...