ચોરી CCTVમાં કેદ:સુરતના વેસુમાં ઢોસાની રેસ્ટોરાંમાં તસ્કરો 25 હજારની રોકડ સહિત મોબાઈલ અને ટેબલેટની ચોરી કરી

સુરત25 દિવસ પહેલા
  • બીજા દિવસે રેસ્ટોરન્ટમાં ચોરી થઇ હોવાનું માલુમ પડતા ફરિયાદ નોંધાવાય

સુરતના વેસુ વીઆઈપી રોડ પર આવેલા મેઘ મલ્હાર ઢોસામાં ચોરીની ઘટના સામે આવી છે. અજાણ્યો ઇસમ 45 હજારની મત્તા ચોરી કરી ફરાર થઇ ગયો હતો. બીજી તરફ ચોરીની આ ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે

લોક તોડી તસ્કરો આવ્યા
સુરતના સરથાણા જકાતનાકા પાસે રહેતા જગદીશભાઈ રીબડીયા વેસુ વીઆઈપી રોડ પર રત્નજ્યોતિની બાજુમાં મેઘ મલ્હાર ઢોસા નામની રેસ્ટોરન્ટ ચલાવે છે. ગત 24 ઓગસ્ટના રોજ તેઓના રેસ્ટોરન્ટને અજાણ્યા ઇસમેં નિશાન બનાવ્યું હતું. જેમાં એક અજાણ્યો ઇસમ રેસ્ટોરન્ટના મુખ્ય દરવાજાનો લોક તોડી અંદર પ્રવેશ્યો હતો અને બાદમાં કાઉન્ટરમાં રહેલો એક મોબાઈલ, ઓર્ડર લેવા માટેના 5 ટેબલેટ, તથા 25 હજારની રોકડ મળી કુલ 45 હજારની મત્તા ચોરી કરી ફરાર થઇ ગયો હતો.

બીજા દિવસે ચોરીની જાણ થઈ
બીજા દિવસે રેસ્ટોરન્ટમાં ચોરી થઇ હોવાનું માલુમ પડતા તેઓએ ત્યાં લાગેલા સીસીટીવી કેમેરા તપસ્યા હતા જેમાં એક ઇસમ રેસ્ટોરન્ટમાં આવી ચોરી કરતા નજરે ચઢ્યો હતો. આ બનાવ બાદ જગદીશ ભાઈ દ્વારા ચોરી અંગે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં ઉમરા પોલીસે ગુનો નોંધી તસ્કરોને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે. ઉલ્લેખનીય છે કે મેઈન રોડ પર આવેલી રેસ્ટોરન્ટમાં ચોરી થતા પોલીસની પેટ્રોલિંગ સામે પણ સવાલો ઉભા થયા છે.

અન્ય સમાચારો પણ છે...