હાલાકી:ગભેણી ચોકડી પાસેના બમ્પને લીધે 2 કિમી સુધી ટ્રાફિક જામ

સુરત19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સચિન GIDCના ઉદ્યોગકારોની 1 માસ માટે બમ્પર દૂર કરવા માંગ

સચિન જીઆઈડીસીના ગેટ નંબર 1 પાસે બોક્સ કલ્વર્ટનું કામ ચાલતું હોવાથી ગભેણી ચોકડી પાસે 2 કિલોમીટર સુધી ટ્રાફિક જામ થાય છે. જેથી ગભેણી ચોકડી પાસેના બમ્બરને 1 મહિના માટે દૂર કરવા સચિન જીઆઈડીસીએ હાઈવે ઓથોરિટીને રજૂઆત કરી છે.

સચિન GIDCના ગેટ નંબર 1થી લઈને રોડ નંબર 6 સુધી બોક્સ કલ્વર્ટનું કામ નોટીફાઈડ ઓથોરિટી દ્વારા ચાલી રહ્યું છે. જેના કારણે GIDCમાં આવતા ઉદ્યોગકારોના વાહનોની સાથો સાથ માલ પરિવહન કરતાં ટ્રક ટેમ્પો સહિતના વ્હીકલ હાઈવે નજીક ગેટ નંબર 2 અને ગભેણી ચોકડી પાસેના ગેટ નંબર 8 નજીકથી પસાર થાય છે. જોકે પલસાણા હાઈવેના ફ્લાય ઓવરથી સચિન GIDC નજીક આવતા વાહનો અને GIDCમાંથી અવર જવર કરતાં વાહનોને ગભેણી ચોકડી પાસે હાઈવે ઓથોરીટીએ બનાવેલા બમ્પરથી ટ્રાફિક જામની સમસ્યા થઈ રહી છે. જેથી 2 કિમી સુધી ટ્રાફિક જામ થાય છે.

ટ્રાફિક જામના પગલે ઘણી સમસ્યા સર્જાઇ રહી છે. જેના ઉકેલ માટે સચિન ઈન્ડસ્ટ્રિયલ સોસાયટી દ્વારા હાઈવે ઓથોરીટીના ડેપ્યુટી જનરલ મેનેજર અને પ્રોજેક્ટ ડિરેક્ટરને હંગામી ધોરણે આ બમ્બર દૂર કરવા માટે માંગણી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...