બ્રિજ બંધ કરાતા હાલાકી:સુરતમાં રીંગ રોડ ફ્લાયઓવર બ્રિજને બંધ કરતા ટ્રાફિકજામ, સ્ટેશન તરફ જતા વાહન ચાલકો રસ્તામાં ફસાયા

સુરત5 મહિનો પહેલા
વાહનોના ભારણવાળો બ્રિજ બંધ રહેતા એક જ રસ્તા પર લોડ આવતાં ટ્રાફિક જામ રહે છે.
  • બે મહિના માટે ફ્લાયઓવર બ્રિજને રિપેર કરવાનો હોવાથી બંધ કરાયો છે

સુરતમાં રિંગરોડ પરના ડૉ. બાબા સાહેબ આંબેડકર ફલાયઓવરને બંધ કરવાના પહેલા જ દિવસે ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. ફ્લાયઓવરનું સમારકામ કરવાનું હોવાથી બે મહિના માટે બ્રિજ બંધ કરવાનો નિર્ણય કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો છે. આજથી બ્રિજ બંધ હોવાને કારણે અડાજણ, મજુરાગેટ તરફથી સ્ટેશન તરફ જતા વાહનચાલકો ટ્રાફિક જામમાં ફસાયા હતા. આજે પ્રથમ દિવસ હતો. હજી પણ રિંગ રોડ ઉપર ટ્રાફિક જામની સમસ્યા વકરે તેવી સ્થિતિ ઊભી થશે.માર્કેટના વેપારીઓ પોતાના ગ્રે અને ફિનિશ માલને લોડીંગ અનલોડિંગ કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે.

મહા ટ્રાફિક સર્જાતા લોકોની હાલાકી વધી ગઈ છે.
મહા ટ્રાફિક સર્જાતા લોકોની હાલાકી વધી ગઈ છે.

અન્ય માર્ગો પર ભારણ વધ્યું
ફ્લાયઓવર બંધ થતાં રીંગરોડ અને બંને તરફનો માર્ગો પરથી વાહનો જતા હતા પરંતુ વધુ પડતા ટ્રાફિક ભારણના કારણે આ રસ્તો પણ હવે વાહન વ્યવહાર માટે પૂરતો નથી. જોકે માર્કેટમાં ચાલતા ટેમ્પાને કારણે આ રોડ ઉપર ખૂબ જ ટ્રાફિક જોવા મળતી હોય છે. ફ્લાયઓવર બંધ થતા બધુ ભારણ એક જ માર્ગ ઉપર આવી ગયું હતું. ટેક્સ્ટાઈલ માર્કેટના ટેમ્પો માલને લોડીંગ અનલોડિંગ રહેવા આવતા વધુ મુશ્કેલી ઊભી થઈ છે. મોટાભાગની માર્કેટો એવી છે કે જેમાં પાર્કિંગની વ્યવસ્થા નથી તેવી માર્કેટના વેપારીઓ માટે આ સમસ્યા માથાનો દુખાવો બની જવાની છે.

ગોકળ ગાયની ગતિએ કામ ન ચાલે તેવી લોકો અપીલ કરી રહ્યાં છે.
ગોકળ ગાયની ગતિએ કામ ન ચાલે તેવી લોકો અપીલ કરી રહ્યાં છે.

સમયસર કામ થવું જોઈએ-વેપારી
માર્કેટના વેપારી ધનપત જૈનએ જણાવ્યું કે, કોરોના સંક્રમણના ત્રીજા તબક્કામાંથી હજુ બહાર આવ્યા નથી. નવા નિર્ણયને કારણે વેપાર અને અવરોધ ઊભો થઈ રહ્યો છે. બે મહિના માટે આ વિસ્તારની અંદર બ્રિજ બંધ કરવો એ સમજી શકાય છે કે, કેટલી હાલાકી વાહનચાલકોને થશે આજે સવારે જ્યારે માર્કેટ આવી રહ્યો હતો. ત્યારે લગભગ 45 મિનિટ કરતાં વધુ સમય હું ટ્રાફિકમાં અટવાયો હતો. મારા જેવા અનેક માર્કેટના વેપારીઓ આ સ્થિતિનો સામનો હવે આથી કરવો પડશે. ભલે બે મહિનાનો સમય કહેતો હોય. પરંતુ જે રીતે ગોકળગતિએ કામો ચાલતાં હોય છે. તેને કારણે આ સમય વધુ લંબા અને વેપારીઓની સમસ્યા પણ વધશે. ટેમ્પો આવામાં એટલી તકલીફ થઈ રહી છે કે, મા લોડીંગ અનલોડિંગ કેવી રીતે થશે. ફેડરેશન ઓફ સુરત ટેકસટાઇલ ટ્રેડર્સ એસોસિયેશનના અને આ મુદ્દે ગંભીરતાથી રજૂઆત કરવી જોઈએ. પરંતુ માર્કેટને લઈને તેઓ યોગ્ય રજૂઆત કરતા નથી. તેના કારણે વેપારીઓ અને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.