વેપારીઓને રાહત:હવે GST નંબર રદની અરજી પરત ખેંચી શકાશે; કોઈ ડોક્યુમેન્ટ મંગાયા હોય કે પગલાં લેવાયા હોય તો લાભ નહીં મળે

સુરત12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

જીએસટી પોર્ટલ પર હવે એવા વેપારીઓને રાહત મળશે જેઓ રજિસ્ટ્રેશન રદ કરવાની પ્રોસેસ કરી ચૂકયા હોય અને પછી ધંધો ચાલુ રાખવાનો વિચાર આવતાં અરજી પરત ખેંચવા માગતા હોય. સી.એ. અતિત શાહ કહે છે કે, અરજી પરત તેવા જ સંજોગોમાં થઈ શકે છે જ્યારે સ્વીકારાય ન હોય કે પેન્ડિંગ હોય. પરંતુ જો અધિકારીએ કોઈ ડોક્યુમેન્ટ માગ્યા હોય કે કોઈ પગલાં લીધાં હોય તો આ ઓપ્શન નહીં મળે.

ધંધો બંધ નહીં કરવા વિચારનારાને રાહત
જીએસટી અધિકારીઓ કહે છે કે કોરોના કાળમાં અનેક વેપારીઓેએ નંબર રદ કરવા અરજી કરી હતી. પરંતુ તાત્કાલિક કોઈ પગલાં લેવાયા ન હતા. આવી અરજીઓ જે તે સમયે પેન્ડિંગ રહી હતી. બાદમાં સ્થિતિ સુધરતાં અનેક વેપારીઓએ અરજી પરત ખેંચવાની મેન્યુઅલ પ્રોસેસ કરી હતી. ખાસ કરીને હોટલ, રેડિમેટ ગારમેન્ટસ, પાર્લર વગેરનો સમાવેશ થતો હતો.

દર મહિને 120થી વધુ રજિસ્ટ્રેશન વધી રહ્યા છે
જીએસટીમા હાલ રજિસ્ટ્રેશનની સંખ્યા 3.5 લાખ છે અને હાલ દર મહિને 120 જેટલાં રજિસ્ટ્રેશન વધી રહ્યાં છે. ટેક્સ કન્સલ્ટન્ટ નારાયણ શર્મા કહે કે, કોરોના બાદની સ્થિતિ સુધરી હોય અગાઉ રદ થયેલાં નંબર પણ ફરી શરૂ થઈ રહ્યા છે અને નવા નંબરો પણ વધી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...