તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોવિડ હેલ્થકાર્ડ ફરજિયાત:સુરતમાં કોરોના ન થયો હોય અને રસી પણ ન લીધી હોય તેવા વેપારીઓએ દર સોમવારે કોવિડ ટેસ્ટ કરાવવો પડશે

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
હેલ્થ કાર્ડની તસવીર - Divya Bhaskar
હેલ્થ કાર્ડની તસવીર
  • હેલ્થ કાર્ડ ગ્રાહકોને દેખાય તે રીતે લગાવવું પડશે, નેગેટિવ રિપોર્ટનો ઉલ્લેખ જરૂરી
  • રસી લેનારા ગ્રીનકાર્ડ ધરાવનાર દુકાનદાર વધુ સુરક્ષિત, એક લાખ વેપારીઓને પાલિકાએ હેલ્થ કાર્ડ આપ્યા, હજુ એક લાખ બાકી

વેપારીઓએ દુકાન ચાલુ રાખવી હોય તો હવેથી તેમણે ફરજિયાત કોવિડ હેલ્થકાર્ડ લેવું પડશે. જેમને કોરોના ન થયો હોય અને રસી પણ લીધી ન હોય તેવા વેપારીઓએ દર સોમવારે કોવિડ ટેસ્ટ કરાવવો પડશે. પાલિકાએ બે પ્રકારના હેલ્થ કાર્ડ બનાવ્યા છે. એક કાર્ડમાં કોરોના ટેસ્ટ ક્યારે-ક્યારે કરાવ્યો અને તેનું રીઝલ્ટ શું આવ્યું? તેની વિગત હશે. અન્ય એક ગ્રીન હેલ્થકાર્ડ હશે. જેમાં વેપારીએ વેક્સિન લીધી છે તે બાબતની માહિતી હશે.

પાલિકાએ નવી રણનીતિ બનાવી
શહેરમાં અત્યારસુધી 1 લાખ વેપારીઓએ હેલ્થકાર્ડ લીધા છે જ્યારે અન્ય 1 લાખ વેપારીઓએ હેલ્થકાર્ડ લેવાના બાકી છે. રસી લેનારા ગ્રીનકાર્ડ ધારક દુકાનદાર સૌથી વધુ સુરક્ષિત છે. શહેરમાં અત્યારસુધી સૌથી વધુ સાઉથ ઇસ્ટ ઝોનમાં 26610 વેપારીઓએ હેલ્થકાર્ડ લીધા છે. સૌથી ઓછા 4763 હેલ્થકાર્ડ લેનારા વેપારીઓ કતારગામ ઝોનમાં છે. ધીરે-ધીરે વેપારીઓ હવે દુકાનો ખોલતા થયા છે એટલે આગામી દિવસોમાં વધુમાં વધુ વેપારીઓએ હેલ્થકાર્ડ લઈને ધંધો કરે તેવી રણનીતિ પાલિકાએ બનાવી છે.

હેલ્થ કાર્ડ ન હોય તો દંડ થઇ શકે પણ મૂળ ઉદ્દેશ્ય સંક્રમણ રોકવાનો
વેપારીઓ માટે હેલ્થકાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે. પણ આ કરવા પાછળનો હેતુ વેપારીઓ પાસેથી દંડ વસુલવાનો નથી. માત્ર સંક્રમણ રોકવાનો છે. ગ્રાહકો જ્યારે દુકાનોમાં વિવિધ વસ્તુઓ ખરીદવા જાય ત્યારે તેમને ચેપ ન લાગે તે માટે સફેદ અને ગ્રીન કાર્ડ બનાવવામાં આવ્યા છે. વેક્સિનનો પહેલો અને બીજો ડોઝ લીધો હોય તેમને ગ્રીન કાર્ડ આપવામાં આવે છે. ઉપરાંત કોરોના થયો હોય તેવા વેપારીઓને પણ ગ્રીન કાર્ડ આપવામાં આવી રહ્યાં છે. પણ જેમને કોરોના થયો ન હોય અને વેક્સિન પણ મુકાવી ન હોય તેવા વેપારીઓને વ્હાઈટ કાર્ડ આપવામાં આવે છે. વ્હાઇટ કાર્ડ ધારક વેપારીઓએ દર સોમવારે પોતાનો કોરોના ટેસ્ટ કરાવવાનો રહેશે અને વ્હાઈટ કાર્ડમાં ટેસ્ટનું પરિણામ લખવાનું રહેશે. પાલિકાની ટીમ દ્વારા ઓચિંતી તપાસ કરવામાં આવશે. અને ચૂક જણાશે તો પહેલા વેપારીને સમજાવાશે અને પછી દંડ લેવાશે.

દુકાનદારોએ હેલ્થ કાર્ડ ફરજિયાત દુકાને લગાવવા પડશે

ઝોનઇશ્ય હેલ્થ કાર્ડ
સેન્ટ્રલ ઝોન14181
ઇસ્ટ ઝોન એ6788
ઇસ્ટ ઝોન બી9015
વિસ્ટ ઝોન7385
નોર્થ ઝોન4763
સાઉથ ઝોન12000
સાઉથ વેસ્ટઝોન6300
સાઉથ ઇસ્ટ ઝોન26610
કુલ87042

​​​​​​​ ​​​​​​​

અન્ય સમાચારો પણ છે...