ચૂંટણી:7 વર્ષથી ચૂંટણી ન યોજતા ફોસ્ટાને 31 જુલાઇ સુધી વેપારીઓનું અલ્ટીમેટમ

સુરત24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણી યોજવા મુદ્દે ફોસ્ટાના ભૂતપૂર્વ પ્રમુખ પણ મેદાને પડ્યા

ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઈલ ટ્રેડર્સ એસોસિએસન (ફોસ્ટા) દ્વારા છેલ્લાં 7 વર્ષથી ચૂંટણી નહીં યોજાતા વેપારીઓ અને સંસ્થાના ભૂતપૂર્વ પ્રમુખોમાં ગુસ્સાની લાગણી પ્રવર્તી રહી છે. જેના પગલે ચૂંટણી યોજવા વેપારીઓ દ્વારા ફોસ્ટાના આગેવાનોને 31 જુલાઇ સુધી અલ્ટીમેટમ આપ્યું છે. તે છતાં જો ફોસ્ટા દ્વારા ચૂંટણીની તારીખ જાહેર ન કરાય તો વેપારીઓ આ ચૂંટણી પ્રક્રિયા શરૂ કરશે.

શહેરની 140 ટેક્સટાઈલ માર્કેટમાં 70 હજારથી વધારે કાપડ વેપારીઓ છે. આમ 70 હજાર વેપારીઓના સંગઠન ફોસ્ટા દ્વારા 7 વર્ષથી ચૂંટણી નહીં યોજાતા વેપારીઓએ 31મી સુધી ચૂંટણી યોજવા અલ્ટીમેટમ આપ્યું છે.

હજુ સુધી ઉઠમણાની ઘટનાઓ અટકતી નથી
ફોસ્ટના માજી પ્રમુખ તારાચંદ કાસટે કહ્યું હતું કે, ‘ફોસ્ટા 70 હજાર વેપારીઓનું પ્રતિનિધિત્વ કરે છે, છતાં ઉઠમણાંઓની ઘટનાઓ સતત બની રહી છે. એનો અર્થ એ છે કે, ફોસ્ટાના આગેવાનો નબળું નેતૃત્વ કરી રહ્યાં છે. ફોસ્ટાએ છેલ્લાં 7 વર્ષથી ચૂંટણી યોજી નથી. જો ચૂંટણી નહીં કરવામાં આવે તો અમે વેપારીઓની સાથે રાખીને ચૂંટણી પ્રક્રિયા શરૂ કરી દઈશું.’

અન્ય સમાચારો પણ છે...