તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સપાટો:વેપારીઓ ઘરે ઉંઘતા રહ્યા, ફાયરે 8 માર્કેટની 1506 દુકાનો સીલ કરી, ફાયર સેફટીની સુવિધા ન ધરાવતા વેપારીઓ સામે કાર્યવાહી

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ગઇકાલે રાત્રે 12 થી મળસ્કે 4 વાગ્યાના સુમારે કડકડતી ઠંડીમાં વેપારીઓ ઊંઘતા હતા અને સુરત મહાનગર પાલિકાની ફાયર વિભાગની ટીમે શહેરની 8 માર્કેટ સાથે 5 કોમ્પ્લેક્સની દુકાનો અને એક ડ્રીમ હોન્ડા સિટી શો રૂમમાં ફાયર સેફટીની સુવિધા ન હોવા બદલ સીલીંગની કાર્યવાહી કરી હતી. જેને પગલે સવારે દુકાનોમાં સીલ જોઇ વેપારીઓ પાલિકાની મુખ્ય કચેરી ખાતે દોડતાં થઇ ગયા હતા.

સુરત મહાનગર પાલિકાની ટીમે કુલ 1506 દુકાનોને સીલ કરી સપાટો બોલાવ્યો હતો. 12 અધિકારીની ટીમ આખી રાત કડકડતી ઠંડીમાં સીલ મારવાની કામગીરીઓ કરતી રહી હતી.ચીફ ફાયર ઓફિસર બસંત પરીકે જણાવ્યું કે, અગાઉ બે વાર ફાયર સેફટી સિસ્ટમને લઇ આ તમામ વેપારીઓને નોટિસો આપવામાં આવી હતી. એટલું જ નહીં એફિડેવિટ કરી હોવા છતાં ફાયર સેફ્ટીની સુવિધા વેપારીઓએ ઉપલબ્ધ ન કરતાં આજે ફાયર વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. વેપારીઓ દ્વારા ફાયર સેફટી સિસ્ટમ માટે સાત દિવસનો સમય માંગવામાં આવ્યો છે. જો કે સમય અપાયો નથી અને તમામ દુકાનોમાંથી સીલ ખોલવામાં આવ્યા નથી. આ બાબતે હવે જરા પણ ઢીલાશ દાખવાશે નહીં.

એફિડેવિટ છતાં ફાયર સેફ્ટી ઊભી ન કરી
સુરતમાં તક્ષશિલા, રઘુવીર માર્કેટમાં આગની ઘટના અને અમદાવાદ, વડોદરા, રાજકોટમાં આગની ઘટનાઓને પગલે ફાયર વિભાગ દ્વારા સુરત શહેરની હજારોની સંખ્યામાં ફાયર સેફ્ટીની નોટિસો આપવામાં આવી હતી. ત્યાર બાદ નોટિસો સામે ફાયર સેફ્ટી ઊભી કરવા માટે એફિડેવિટ પણ રજૂ કરવામાં આવ્યાં હતાં. જોકે હજુ પણ ફાયર સેફ્ટી ઊભી કરવામાં ન આવતાં ફાયર વિભાગે લાલ આંખ કરી છે.

આ માર્કેટોમાં દુકાનો સીલની કાર્યવાહી

અંબાજી માર્કેટ650
ન્યૂ અંબાજી માર્કેટ80
મધુસૂદન હાઉસ100
શંકર માર્કેટ110
મનીષ માર્કેટ200
પેરિસ પ્લાઝા ભેસ્તાન54

ડ્રીમ હોન્ડા સિટી શો રૂમ

વખારિયા ટેક્સટાઇલ માર્કેટ40
ગૌતમ ટેક્સટાઇલ માર્કેટ80
તીર્થ કોમ્પ્લેક્સ વરાછા6
અમોરા આર્કેડ કતારગામ91
રાધિકા પોઇન્ટ કતારગામ95
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો