સુરત / વાહનો બંધ થતાં સાયકલ પર ફ્રૂટ લઈને પેટીયું રળવા વેપારી 20 કિલોમીટર સુધી ચાલવા મજબૂર

પેટીયું રળવા મજબૂર નાનો વેપારી સાયકલ પર ફ્રૂટ લઈને 20 કિલોમીટર ચાલવા મજબૂર બન્યો છે.
X

  • પુણા માર્કેટથી પાર્લે પોઈન્ટ સુધી ચાલીને જવા મજબૂર
  • સાયકલ પર ફ્રૂટ લઈને જવા માટે વેપારી મજબૂર બન્યા

દિવ્ય ભાસ્કર

Mar 26, 2020, 04:07 PM IST

સુરતઃ લોકડાઉનમાં હાલ વાહનો બંધ છે. શ્રમજીવી અને નાના વેપારીઓની સ્થિતિ કફોડી બની છે. નાના વેપારીઓ સાયકલ પર ફ્રૂટ લઈને જવા મજબૂર બન્યા છે. યુપીના ફ્રૂટના વેપારીએ જણાવ્યું હતું કે, પરિવારનું ગુજરાન ચલાવવા માટે 20 કિલોમીટર સુધી તે સાયકલ પર ફ્રૂટ લઈને પાર્લેપોઈન્ટ જશે જ્યાં આ સામાન વેચીને 3 સંતાન સહિતના પરિવારનું ગુજરાન ચલાવવા મજબૂર છે.

ગરીબોની હાલત કફોડી

આ શ્રમજીવી રોજના 20 કિલો મીટર સુધી સાયકલ પર ભારી ભરખમ ફ્રૂટના ઠેલા લઈ રોજગારી મેળવી રહ્યો હોવાની કડવી વાત્વિકતા સામે આવી છે. હા ચોક્કસ આ શ્રમજીવીને જોઈ રોડ પર ઉભેલા સુરક્ષા જવાનને પણ ધ્રુજારી આવી જાય છે. માત્ર 400 રૂપિયા કમાવવા 20 કિલો મીટર એટલે સરદાર માર્કેટથી મગદલ્લા ગામ સુધી સાયકલ ખેંચતા શ્રીધર પાંડેની વ્યથા સાંભળી કોઈ પણ આશ્ચર્યમાં પડી જાય છે. સાહેબ નહિ કમાઉગા તો 3 સંતાન અને બીબી કો કોણ ખિલાયેગા, ખરેખર કોરોના વાઇરસ ને લઈ ગરીબ લોકોની હાલત કેટલી બદતર બની ગઈ છે જેનું આ જીવતું ઉદાહરણ કહી શકાય છે.

18 વર્ષથી ફ્રૂટનો વેપાર કરે છે

નાનો વેપારી મગદલ્લા જઇ રહ્યો છે. ફ્રુટનો વેપાર 2002થી કરે છે. પરિવારમાં 3 સંતાન પત્ની છે. મૂળ યુપીનો રહેવાસી છે.1996થી સુરતમાં રહે છે. રસ્તામાં બે સ્ટોપ કર્યા અને હજી પરલેપોઇન્ટ પહોંચ્યો છે. હજી 2 સ્ટોપ કરશે અને ધીરે ધીરે  પહોંચી જઈશ એમ કહી રહ્યો છે. શ્રીધર પાંડે ઉ.વ. 42 વર્ષ મગદલ્લા  રહે છે.સાયકલમાં ભોજન અને પાણી લઈને નીકળે છે.ઘરેથી સાયકલ પર 8 વાગે નીકળેલ 40 મિનિટમાં માર્કેટ પોંહચ્યો હતો. લગભગ 3 કલાક લાગે ઘરે પહોંચતા ચાલતા ચાલતા સરદાર માર્કેટથી જ ખરીદી કરે છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી