રજૂઆત:કાપડ બજાર અને જ્વેલર્સનો સમય વધારવા માટે વેપારીઓની માગણી

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જીમ એસોસિયેશનની પણ જીમ ખોલવા રજૂઆત
  • GST, પાલિકાનો ટેક્સ માફ કરવા હોટલ એસો.ની રજૂઆત

રાજ્ય સરકારે તાજેતરમાં દુકાનો ખોલવા માટે સવારે 9થી બપોરે 3 વાગ્યા સુધીનો સમય નિયત કર્યો છે. ત્યારે આ સમય ગ્રાહકો માટે અનુકુળ ન હોવાની દલીલ વરાછા-કતારગામ જ્વેલર્સ એસો. દ્વારા કરવામાં આવી છે. તેમનું કહેવું છે કે સોનાનો ભાવનું માર્કેટ બપોરે 12 પછી શરૂ થાય છે અને ગ્રાહકો પણ બપોર પછી આવતા હોવાથી દુકાનો ખોલવાનો સમય સવારે 10થી સાંજે 8 સુધી રાખવો જોઇએ.

તે જ રીતે કાપડ બજારના વેપારીઓ દ્વારા પણ વધુ સમય આપવા માંગ કરાઇ છે. બીજી તરફ જીમ એસો. દ્વારા પણ જીમ ખોલવા રજૂઆત કરી છે. જ્યારે હોટલ એસો. દ્વારા જીએસટી અને પાલિકાનો ત્રણ વર્ષ સુધીનો ટેક્સ માફ કરવા મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.

ડુમસમાં લારી-ગલ્લા ચાલુ કરવા માંગણી
ડુમસ ચોપાટી ખાતે લારી-ગલ્લા ચલાવી ગુજરાન ચલાવતા લોકોને ધંધો વ્યવસાય કરવા પરવાનગી આપવા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત કોળી સમાજના આગેવાન લક્ષ્મીકાંત પટેલ દ્વારા રજૂઆત કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...