છેતરપિંડી:ઓનલાઈન રેટિંગ વધારવામાં વેપારીએે રૂ.31 હજાર ગુમાવ્યા

સુરત25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1 ઓર્ડરના રૂ.20 કમિશન નક્કી કરી વરાછાના વેપારી સાથે છેતરપિંડી

ઓનલાઇન સાડીનો વેપાર કરતા વરાછાના વેપારી પાસેથી રેટીંગ વધારવાના નામે 31 હજારની રકમ પડાવી હતી. વેપારી રાકેશ ચાંદપરાની ફરિયાદના આધારે કતારગામ પોલીસે કેવલ ડોંડા(23)(રહે,ઉતરાણ)ની ધરપકડ કરી છે. આરોપી કેવલ ડોંડાના કબજે કરેલા લેપટોપમાંથી 10થી વધુ વેપારીઓના નામો મળ્યા છે. આ વેપારી એમપી, અમદાવાદ, સુરત સહિતના હોવાનું સામે આવ્યું છે. આ વેપારીઓ સાથે પણ ચીટીંગ કર્યુ હોવાની આશંકા છે.

વરાછામાં હરેકૃષ્ણ કોમ્પલેક્ષમાં રહેતા અને સાડીનો મીશો એપ્લીકેશન પરથી ઓનલાઇન વેપાર કરતા 31 વર્ષીય રાકેશ પર 20મી જુલાઇ-22એ મેસેજ આવ્યો હતો. મેસેજમાં રેટીંગ વધારી આપવાની વાત કરી હતી. જે વેપારીઓની ઓનલાઇન શોપ હોય તેમાં ગ્રાહકો રેટીંગ જોઇ ચીજવસ્તુઓ ખરીદતા હોય છે અને ગ્રાહકો ઓનલાઇન શોપમાંથી ખરીદી કરે તે રેટીંગ આપતા હોય છે.

આથી ઠગ કેવલે વેપારીને ઓનલાઇન શોપના રેટીંગ વધારી આપવા કહ્યુંં હતું. આરોપીએ એક ઓર્ડરના 20 રૂપિયા કમિશન આપવાની વાત કરી હતી. પછી આરોપીએ વેપારીને અલગ અલગ સાડીઓનો ઓર્ડર આપ્યો હતો. જેનું ઓનલાઇન પેમેન્ટ 31 હજાર આરોપીને વેપારીએ કરી દીધું હતું. પછી બન્યું એવું કે વેપારીએ જે જગ્યા પર સાડીનો માલ મોક્લ્યો હતો તે જગ્યા પરથી સાડીનો માલ પરત આવ્યો હતો ઉપરથી રેટીંગ પણ ન મળ્યું.

અન્ય સમાચારો પણ છે...