ક્રાઇમ:ક્રીપ્ટોમાં રોકાણ કરવામાં વેપારીએ 4.92 લાખ ગુમાવ્યા

સુરત15 દિવસ પહેલા
  • કૉપી લિંક

ક્રીપ્ટો બિઝ કરન્સીમાં રોકાણ કરવામાં રાંદેરના વેપારીએ 4.92 લાખ ગુમાવ્યા છે. રાંદેરમાં હમજા ટાવરમાં રહેતા અને કાપડનો ઓનલાઇન વેપાર કરતા 27 વર્ષીય મુઝ્ઝમીલ બુલ્લાએ વર્ષ 2021માં સોશિયલ મીડિયા પર ક્રીપ્ટો બિઝમાં રોકાણ કરવાથી સારુ વળતર મળશે એવી જાહેરાત જોઇ હતી. બાદમાં વેપારી સોશિયલ મીડિયાના એક ગૃપમાં જોઇન થયા હતા.

ઠગે વેપારીને રોકાણ કરવા એપ્લીકેશન ડાઉનલોડ કરાવી હતી. પછી ક્રીપ્ટો યુએસડીટી ખરીદી કરવા માટે ડિપોઝીટ પેટે 4,91,999ની રકમ ઓનલાઇન ટ્રાન્સફર કરાવી હતી. લાખોની રકમ આપ્યા પછી વેપારીના વોલેટમાં ક્રીપ્ટો યુએસડીટી જમા થયા ન હતા. આથી વેપારીએ ક્રીપ્ટોબિઝના ઓમકાર નામના શખ્સને મેસેજ કરી ક્રીપ્ટો યુએસડીટીની માંગણી કરી છતાં કોઈ જવાબ મળતો ન હતો. આખરે વેપારીએ રાંદેર પોલીસમાં આરોપી ઓમકાર સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...