અકસ્માત:સુરતના કનાજ રોડ પર ટ્રેક્ટર કેનાલમાં પલટી મારી ગયું, ટ્રેક્ટર નીચે દબાઈ જતા મહિલા સહિત બેના મોત

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રેક્ટર ચાલક અને એક મહિલાનું મોત થયું. - Divya Bhaskar
ટ્રેક્ટર ચાલક અને એક મહિલાનું મોત થયું.
  • ફાયર વિભાગે ટ્રેક્ટર નીચેથી મહિલા અને પુરૂષને બહાર કઢાયા

સુરત શહેરના કનાજ રોડ પર એક HMT ટ્રેક્ટર કેનાલમાં પલટી મારી ગયું હતું. જેથી ટ્રેક્ટરમાં સવાર એક પુરૂષ અને મહિલાનું દબાઈ જતા મોત નીપજ્યું હતું. હાલ બંનેના પરિવારજનોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

ટ્રેક્ટર પલટી મારી કેનાલમાં ખાબક્યું.
ટ્રેક્ટર પલટી મારી કેનાલમાં ખાબક્યું.

ટ્રેક્ટર જહાંગીરપુરાથી કનાજ ગામ જતું હતું
મળતી માહિતી પ્રમાણે, આજે સવારે 9.22 કલાકે ફાયર કંટ્રોલરૂમમાં કોલ આવ્યો હતો. વરિયાવ જકાતાકા પાસે કનાજ રોડ પર રેલવે ફાટક પાસે એક HMT ટ્રેક્ટર(GJ-05-AA-1670) કેનાલમાં પલટી મારી ગયું હતું. આ ટ્રેક્ટર જહાંગીરપુરાથી કનાજ ગામ જતું હતું. જેમાં ચાલક અને એક મહિલા સવાર હતા. ટ્રેક્ટર કેનાલમાં પલટી મારી જતા બંને ટ્રેક્ટર નીચે દબાઈ ગયા હતા. જેથી ફાયર વિભાગના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા.

ઘટના સ્થળેથી મહિલા સામાનના આધારે મૃતકોના પરિવારની શોધખોળ.
ઘટના સ્થળેથી મહિલા સામાનના આધારે મૃતકોના પરિવારની શોધખોળ.

બંને મૃતકની પરિવારની શોધખોળ હાથ ધરાઈ
ઘટના સ્થળે પહોંચેલા ફાયર વિભાગના જવાનોએ ટ્રેક્ટર નીચે દબાઈ ગયેલા મહિલા અને પુરૂષને મૃત બહાર કાઢ્યા હતા. ત્યારબાદ બંનેને 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. ટ્રેક્ટરના માલિક સુર્યકાંત મંછારામ પટેલ હોવાનું જાણવા મળ્યું છે. જેના આધારે બંને મૃતકની પરિવારની શોધખોળ હાથ ધરવામાં આવી છે.