તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:1.60 લાખમાં ટોસિલિઝુમેબ વેચનારને પીડિતે પોલીસને સોંપ્યો, પૈસા પરત મળતા ફરિયાદ ન કરી

સુરત9 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • 92 હજારમાં 4 મળે, 1.60 લાખમાં એક જ આપ્યું

ઇન્જેક્શનના કાળાબજારની વધુ એક ઘટના સામે આ‌વી છે. શહેરના એક પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટોસિલિઝુમેબ ઇન્જેક્શન બ્લેકમાં વેચનારને પકડીને ભોગ બનનારે પોલીસને સોંપ્યો હતો. જોકે કાળાબજારીયાએ ભોગ બનનારને રૂપિયા પરત કરી દેતા પીડિતે ફરિયાદ કરવાની ના પાડી હતી.

સૂત્રોએ જણાવ્યા પ્રમાણે શહેરના એક પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુવકને કોરોનાની બિમારીમાં દર્દીને મદદરૂપ થનાર ટોસિલિઝુમેબ ઇન્જેક્શનની જરૂર હોવાથી તેણે ઓળખીતાના માધ્યમથી એક કાળાબજારીયાનો સંપર્ક કર્યો હતો. કાળાબજારીએ 92 હજાર રૂપિયાની એમઆરપી વાળું ઇન્જેક્શન 1.60 લાખ રૂપિયામાં આપવાની તૈયારી બતાવી હતી.એક બોક્સમાં ચાર ઇન્જેક્શન આવે છે.

કાળાબજારીયાએ 1.60 લાખ રૂપિયા લઈને માત્ર એક ઇન્જેક્શન છુટકમાં આપ્યું હતું. ડોક્ટરે દર્દીના સગાને બોક્સ મંગાવવાની વાત કરતા ભોગ બનનારે કાળાબજારીયાનો સંપર્ક કરીને બોક્સ માંગ્યું હતું. કાળાબજારીયા ત્રણેક દિવસથી માત્ર વાયદાઓ કરતો હતો. તેથી યુવકે કાળાબજારીયાને પકડીને પોલીસને સોંપ્યો હતો.

તેણે ગભરાઈને ભોગ બનનારને રૂપિયા પરત કરી દેવાનો વાયદો કર્યો હતો. તેથી ભોગ બનનારે કાળાબજારીયા વિરુદ્ધ ફરિયાદ આપવાનો ઇનકાર કરતા પોલીસ મુઝવણમાં મુકાઈ હતી. કાળાબજારીયા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસે ભોગ બનનારને ફરિયાદ આપવા માટે બહુ સમજાવ્યો હતો પરંતુ ભોગ બનનારે ફરિયાદ આપવાનો ઇનકાર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો