ક્રાઈમ:સુરતમાં વ્યાજખોરોના ત્રાસ વર્તાવ્યો, 80 લાખના બદલામાં 1.59 કરોડ વસૂલ્યા બાદ પણ રૂપિયાની માગ કરી ધમકી આપી

સુરત25 દિવસ પહેલા
  • કૉપી લિંક
સિંગણપોર પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
સિંગણપોર પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.(ફાઈલ તસવીર)
  • બાંધકામના ધંધાર્થી પાસેથી ચેક લઈને રિટર્ન પણ વ્યાજખોરોએ કરાવ્યાં હતાં

સુરતના સિંગણપોર શાંતિવન શોપિંગ સેન્ટરમાં વ્યાજખોર મંડળીએ બાંધકામ સાથે સંકળાયેલા વેપારીને આપેલા ઉછીના 80 લાખની સામે રૂ. 1.59 કરોડ વસુલ કર્યા બાદ પણ ઓફિસમાં બોલાવી માર માર્યો હોવાનું સામે આવ્યું છે. લાયસન્સધારી બંદૂકથી આખા પરિવારને મારી નાખવાની ધમકી આપતા પ્રવીણ દિયોરાએ ન્યાય માટે સિંગણપોર પોલીસ સ્ટેશનના દ્વાર ખખડાવ્યા છે. ડભોલી સંક્લ્પ હાઈટ્સમાં ધારાસભ્યની ઓફિસની બાજુમાં જીતુભાઈની ઓફિસમાં થયેલી આખી બબાલ CCTV કેમેંરામાં કેદ થયા બાદ પણ પોલીસનું નરમ વલણને લઈ અનેક પ્રશ્નો ઉભા થાય છે.

10 લાખ વ્યાજે લીધા હતા
પોલીસે જણાવ્યું હતું કે, શાંતિવન શોપિંગ સેન્ટરના દિપસંગભાઈ પરમાર અને વનસંગભાઈ ગોહિલ પાસેથી ડભોલી સંકલ્પ હાઇટ્સના પ્રવીણભાઈ દિયોરાએ રૂ. 10 લાખ વ્યાજે લીધા હતા. અને વ્યાજના રૂપિયા ચૂકવી ન શકતા વ્યાજ સાથે રૂપિયા મળી કુલ 37 લાખ થઈ ગયું હતું. ત્યારબાદ પ્રવીણભાઈની જોળવા ગામ ખાતે બાંધકામની સાઈટ ચાલે છે જેમાં બે આરોપીઓએ ભીગાદારીમાં રોકાણ રૂ. 70.82 લાખનું કર્યું હતું. જે રૂપિયા બદલામાં પ્રવીણ દિયોરાએ સ્વર્ગ રેસિડેન્સી વિભાગ ૨માં કુલ 8 મકાનો કિંમત રૂ. 1.47 કરોડની વેચાણ કી૨ નાણાં ચુકતે કરી આપ્યા હોવા છતાં પણ વધારાના વ્યાજ પેટે રૂપિયાની માંગણી કરી પ્રવીણ દિયોરાને ગાળો બોલી ફ્લેટનો દસ્તાવેજ નહીં કરી આપી માર મારી બે આરોપી ફરાર થઈ ગયા હતા. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

બાંધકામ શરૂ કર્યું હતું
પ્રવીણ દિયોરાએ જણાવ્યું હતું કે ઓછા બજેટ વાળા મકાન બનાવી વેચવાના વ્યવસાય સાથે સંકળાયેલો છું. બનેસંગ ગોહિલ સાથે 1997માં ભાવનગરમાં પરિચય થયો હતો. ત્યારબાદ 2001માં સુરત માં મુલાકાત થઈ હતી. કઈ કામ હોય તો કહેજો એમ કહેતા મેં ધંધા માટે 10 લાખ લીધા હતા. ત્યારબાદ ફરી મુલાકાત થતા એમને પ્રસ્તાવ મુક્યો હતુંવકે ચાલો કોઈ મોટું કામ કરીએ એટલે મેં મારા મિત્ર ની જગ્યા ઉપર એમના પૈસા અને મારી મહેનત એમ નકકી કરી બધાંકામ શરૂ કર્યું હતું.

ચેક રિટર્ન કરાવ્યાં
70.82 લાખ ની લીધેલી રકમ માં બાંધકામ શરૂ થઈ ગયા બાદ ચાલો હિસાબ કરીએ કહી બનેસંગ ગોહિલે વ્યાજનો મુદ્દો ઉપાડ્યો હતો. બસ એજ દિવસથી યેનકેન પ્રકારે મારી પાસે બધું પડાવી લેવાની દાનત રાખતા બનેસંગ મંડળી એ મને અને મારા પરિવાર ને બાનમાં લઇ માનસિક ત્રાસ સાથે ઓફિસમાં બોલાવી ડરાવી ધમકાવી માર મારી ફ્લેટ ના કાગળ પર સહી કરાવવા કેસ કરી રહ્યા છે.બધી જ રીતે બરબાદ થઈ ગયા બાદ પણ મારા અને મારા પુત્ર પાસેથી જોર જબરજસ્તીથી લીધેલા ચેક બેકમાં ભરી રિટર્ન કરાવ્યા છે. હવે મારી પાસે આપઘાત કરવા સિવાય કોઈ રસ્તો રહ્યો નથી. હાલ સિંગણપોર પોલીસમાં ન્યાય માટે અપીલ કરી છે. પોલીસ તપાસ કરી રહી છે.