તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌરવ:દુનિયાના ટોપ - 2% વૈજ્ઞાનિકોમાં સામેલ થયા સુરતના 2 સાઈન્ટિસ્ટ

સુરત5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અમેરિકાની સ્ટૈનફોર્ડ યુનિવર્સિટી દ્વારા જાહેર કરાઈ વૈજ્ઞાનિકોની લિસ્ટ

અમેરિકાની સ્ટૈનફોર્ડ યુનિવર્સિટી દ્વારા વિજ્ઞાનના તમામ ક્ષેત્રોમાં દુનિયાના ટોપ-2 ટકા વૈજ્ઞાનિકોની લિસ્ટ જાહેર કરી છે. આ લિસ્ટમાં સુરતના 2 વૈજ્ઞાનિકો પણ સામેલ છે. જેમાં નર્મદ યુનિવર્સિટીમાં રિટાયર્ડ પ્રોફેસર ડો.શાંતિલાલ ઓસ્વાલ અને ડો.પ્રતાપ બહાદુરનું નામ સામેલ છે.

શાંતિલાલ ઓસ્વાલ, વર્લ્ડ રેન્ક-634, રિસર્ચ પેપર-130
તેમણે 1989થી 2016 સુધીમાં કેમિકલ એન્જિનિયરિંગ ક્ષેત્રે 93 ઈન્ટરનેશનલ રિસર્ચ પેપર લખ્યા છે. હેવી અર્થમુવર્સ અને કાર્ગો વિમાનમાં એવાં ટાયર બનવા લાગ્યા છે જે મજબૂત હોય છે, ઓછાં ઘસાય છે અને ગરમ પણ ઓછાં થાય છે. આ ટાયરના નિર્માણમાં તેમણે શોધેલી પોલિમર ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. જમીનમાંથી નીકળતા પેટ્રોલિયમના શુદ્ધિકરણ માટે થર્મોડાયનેમિક પધ્ધતિ પર તેમણે રિસર્ચ પેપર પબ્લિશ કર્યા હતા.

શાંતિલાલ ઓસ્વાલ
શાંતિલાલ ઓસ્વાલ

ડો.પ્રતાપ બહાદુર, વર્લ્ડ રેન્ક-2019, રિસર્ચ પેપર-300
1980થી 2014 દરમિયાન તેમણે પ્રોફેસર તરીકે VNSGUના કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવી હતી. 34 વર્ષમાં તેમણે 300 ઈન્ટરનેશનલ રિસર્ચ પેપર પબ્લિશ કર્યા હતા. સામાન્ય રીતે ઘણી દવાઓ પાણીમાં ઓગળતી નથી જેના કારણે ઓછી અસર થાય છે. તેથી દવાને પોલિમરમાં ઓગાળીને આપવાથી તે ધીરે ધીરે રિલિઝ થાય અને દવાની અસર વધુ લાંબો સમય સુધી ટકી શકે તે માટે બ્લેકોપોલિમર નામની ટેકનીક શોધી હતી.

ડો.પ્રતાપ બહાદુર
ડો.પ્રતાપ બહાદુર
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો