ફોર્મ ભરવામાં થશે ઘમાસાણ:ઉમેદવારીનું નામાંકન ભરવાનો આવતીકાલે અંતિમ દિવસ, ભાજપ-કોંગ્રેસ અને આપ મળી 21 ઉમેદવારો ફોર્મ ભરવા પહોંચશે

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
અંતિમ ઘડીએ રાજકીય પક્ષના ઉમેદવારોનો ફોર્મ ભરવામાં જોવા મળશે ઘસારો - Divya Bhaskar
અંતિમ ઘડીએ રાજકીય પક્ષના ઉમેદવારોનો ફોર્મ ભરવામાં જોવા મળશે ઘસારો

ગુજરાત વિધાનસભા પ્રથમ ચરણના ઇલેક્શન લડવા ઈચ્છતા ઉમેદવારોના નામાંકન ભરવા માટેનો 14 તારીખને સોમવાર અંતિમ દિવસ છે. તમામ મોટી રાજકીય પાર્ટીઓના અડધો ડઝન જેટલા ઉમેદવારોના ફોર્મ ભરવાના બાકી છે. જેને લઇ આવતીકાલે ફોર્મ ભરવામાં ઘમાસાણ સર્જાય તેવી સ્થિતિ નિર્માણ પામી શકે છે. ત્રણ વાગ્યા સુધીના સમય મર્યાદામાં તમામ ઉમેદવારોએ ફોર્મ ભરવાના છે જેને લઇ આવતીકાલનો દિવસ ખૂબ જ મહત્વનું બની રહેશે.

ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઘમાસણ
ગુજરાત વિધાનસભા ઇલેક્શનને લઈ સુરતની 12 બેઠકો માટે તમામ મોટી રાજકીય પાર્ટીઓએ પોતાના ઉમેદવારો જાહેર કરી મેદાને ઉતારી દીધા છે. પરંતુ આ બાર બેઠકો પૈકી અનેક ઉમેદવારો ચૂંટણી લડવા માટેનું પોતાનું નામાંકન કરાવ્યું નથી. હવે ચૂંટણી લડવા માટે ફોર્મ ભરવાનો આવતીકાલનો અંતિમ દિવસ છે. જેને લઇ આવતીકાલે તમામ રાજકીય પક્ષના ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવા માટે પડા પડી થશે. સુરતની અનેક એવી બેઠકો પર ભાજપ કોંગ્રેસ અને આપ ત્રણેય પક્ષના ઉમેદવારોના ફોર્મ ભરવાના બાકી છે. જેને લઇ આ તમામ ઉમેદવારો આવતીકાલે એક જ સ્થળ પર પોતાના સમર્થકો સાથે ભેગા થઈ શકે છે. દરમિયાન આક્ષેપ પ્રતિ આક્ષેપ વચ્ચે ઘમાસાણ સર્જાવાની પણ શક્યતા જોવા મળી રહી છે.

ભાજપ કોંગ્રેસ અને આપના 21 ઉમેદવારો ભરશે ફોર્મ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગયા બાદ 14 તારીખને સોમવારે 3:00 વાગ્યા સુધીમાં તમામ પક્ષના ઉમેદવારોએ ચૂંટણી લડવા માટેનું નામાંકન ફોર્મ ભરી દેવા માટે જણાવવામાં આવ્યું હતું. પરંતુ હજુ સુધીભાજપ કોંગ્રેસ અને આપ ત્રણ મોટા પક્ષકારોમાંથી મોટી સંખ્યામાં ઉમેદવારોએ ફોર્મ ભર્યા નથી. સુરતની 12 બેઠકોની વાત કરવામાં આવે તોભાજપ કોંગ્રેસ અને આપના કુલ 36 ઉમેદવારોમાંથી માત્ર 15 ઉમેદવારોએ જ ઉમેદવારી ફોર્મ ભર્યા છે. જ્યારે 21 ઉમેદવારોએ હજી સુધી પોતાનું ચૂંટણી લડવા માટેનું નામાંકન કરાવ્યું નથી. આમ આદમી પાર્ટીમાંથી સાત ઉમેદવાર ભાજપમાંથી છ ઉમેદવાર અને કોંગ્રેસમાંથી 8 ઉમેદવારો મળી કુલ 21 જેટલા ઉમેદવારો ફોર્મ ભર્યા નથી. આ તમામ ઉમેદવારો આવતીકાલે અંતિમ દિવસ હોવાથી ફોર્મ ભરવા પહોંચશે. જેને લઇ અંતિમ ઘડીમાંફોર્મ ભરવા માટે ખૂબ જ મોટી ખેંચતાણ જોવા મળી શકે છે.

શહેર રાજકીય પાર્ટીઓના નારાથી ગુંજી ઉઠશે
ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોવાથી બાકી રહેલા તમામ રાજકીય પક્ષના ઉમેદવારો રેલી સ્વરૂપે ફોર્મ ભરવા નીકળવાના છે. શહેરના જુદા જુદા વિસ્તારમાંથી ઉમેદવારો પોતાનું નામાંકન ભરવા પોતાના સમર્થકો અને કાર્યકર્તાઓ સાથે રેલી સ્વરૂપે ફોર્મ ભરવા નીકળવાના છે. જેને લઇ સુરતના જુદા જુદા વિસ્તારો આવતીકાલે રાજકીય માહોલમાં રંગાઈ જશે. જુદા જુદા રાજકીય નેતાઓના પક્ષોના નારા સાથે ગુંજી ઉઠશે.

ફોર્મ ભરવાની સાથે ઉમેદવારોનું શક્તિ પ્રદર્શન
અંતિમ દિવસમાં અંતિમ ઘડીએ જ ફોર્મ ભરવા ઉમેદવારો પહોંચવાના છે. કારણ કે બાકી રહેલા મોટાભાગના ઉમેદવારો રેલી સ્વરૂપે પોતાનું શક્તિ પ્રદર્શન કરી ફોર્મ ભરવા પહોંચવાના છે. વરાછામાંથી કુમાર કાનાણીની રેલી સ્વરૂપે ફોર્મ ભરવા નીકળશે તો તેની સામે અલ્પેશ કથીરિયા પણ રેલી સ્વરૂપે ફોર્મ ભરવા જવાના છે અને કોંગ્રેસમાંથી પ્રફુલ તોગડિયા પણ પોતાના સમર્થકોના શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભરવા પહોંચશે. તો બીજી તરફ મજુરામાંથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કાર્યકર્તાઓના શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભરવા પહોંચશે. આમ જુદા જુદા તમામ ઉમેદવારો પોતાના કાર્યકર્તાઓ અને સમર્થકોના શક્તિ પ્રદર્શન સાથે વહેલી સવારે ફોર્મ ભરવા માટે રવાના થશે અને આ તમામ ઉમેદવારો પોતાના સમર્થકો સાથે એક જ સમયેફોર્મ ભરવાની કચેરી પર પહોંચે તેવી શક્યતા જોવા મળી રહી છે. જેને લઇ અંતિમ ઘડી સુધીમાં ફોર્મ ભરવા માટે પડાપડી થઈ શકે છે.

કઈ બેઠકના કયા પક્ષના ફોર્મ બાકી ભરવામાં બાકી છે
ભાજપ:- 6 ઉમેદવાર બાકી
બેઠક:- મજૂરા, વરાછા, કરંજ, કામરેજ, ચોર્યાસી, સુરત ઉત્તર

કોંગ્રેસ:- 8 ઉમેદવાર બાકી
બેઠક:- મજૂરા, વરાછા, કરંજ, ઉધના, લીંબાયત, ચોર્યાસી, સુરત ઉત્તર, સુરત પૂર્વ

આપ:- 7 ઉમેદવાર બાકી
બેઠક:- સુરત પશ્ચિમ, વરાછા, મજૂરા, ચોર્યાસી,ઓલપાડ, લીંબાયત, ઉધના

અન્ય સમાચારો પણ છે...