ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 18 એપ્રિલને સોમવારના રોજ ગુજકેટ (ગુજરાત કોમન એન્ટ્રસ્ટ ટેસ્ટ) લેનારી છે. જેમાં શહેરમાં ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના A, B અને A-B ગ્રુપના કુલ 14,195 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપનારા છે. એન્જિન્યરિંગ કે પછી ફાર્મસીની અંડર ગ્રેજ્યુએટની કોલેજોમાં એડમિશન લેવા માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 12-વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની ગુજકેટ લેતી હોય છે. આ પરીક્ષા શહેરના 71 કેન્દ્રોના 712 બ્લોકમાં યોજાનારી છે.
જેમાં 14,195 વિદ્યાર્થીઓ નોંધાયાછે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજકેટની પરીક્ષા શાંત માહોલમાં પૂર્ણ થાય તે માટે શહેર પોલીસ કમિશનરે એક જાહેરનામું બહાર પાડ્યું છે, જે મુજબ પરીક્ષા કેન્દ્રોના 100 મીટરના એરિયામાં ચાર કરતા વધારે માણસો ભેગા થઈ શકશે નહીં. કોઇ પણ સભા કે પછી કોઇ પણ સરઘસ કાઢવા પર પ્રતિબંધ મૂકાયો છે. આ ઉપરાંત તમામ પરીક્ષા કેન્દ્રોમાં પ્રવેશ કરવા કે વાહન લઇ જવા કે લાવવા, પરીક્ષાર્થીઓ દ્વારા પરીક્ષા કેન્દ્રોમાં મોબાઇલ ફોનનો ઉપયોગ કરવો, પરીક્ષા કેન્દ્રો નજીક ઝેરોક્ષ મશીનની દુકાનો ચાલુ રાખવા સામે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
ગુજરાતી, અંગ્રેજી, હિંદી માધ્યમમાં પરીક્ષા
ગુજકેટની પરીક્ષા 18મીએ સવારે 10ઃ00થી સાંજે 4ઃ00 કલાક સુધી ચાલશે. ફિઝિક્સ અને કેમેસ્ટ્રનું પેપર સાથે રહેશે. બનેમાં 40-40 પ્રશ્ન રહેશે અને કુલ 80 માર્ક્સનું પેપર રહેશે. આ માટે 120 મિનિટ સમય અપાશે. બાયોલોજી અને મેથ્સના પેપર અલગ અલગ રહેશે. ગુજકેટના પેપર ગુજરાતી સાથે અંગ્રેજી અને હિંદી માધ્યમાં પણ આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.