તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:માસ્કના મુદ્દે તોમર ‘અજય’, દંડ નહીં વસુલવાના મેયરના પબ્લિસીટી સ્ટંટને તાબે થવાનો ઇનકાર

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગુરુવારે પાલિકાએ કહ્યું, ‘દંડ નહીં માસ્ક પહેરો’, શુક્રવારે પોલીસ કમિશનરે કહ્યું, ‘માસ્ક નહીં પહેરો તો દંડ થશે જ’
 • ગુરુવારે શહેરમાં 501 કેસ નોંધાયા હતા, એક જ દિવસમાં શુક્રવારે 108 કેસ વધી સંખ્યા 600ને પાર થઇ

અત્યાર સુધીમાં શુક્રવારે સુરતમાં હાઇએસ્ટ કોરોનાના કેસ નોંધાયા છે. રાજ્યમાં પણ શુક્રવારે સૌથી વધુ સુરતમાં 609 કેસ નોંધાયા છે. જ્યારે સતત બીજા દિવસે 4 લોકોનાં મૃત્યુ થયા છે. જિલ્લામાં પણ 136 પોઝિટિવ મળ્યા છે. આમ કુલ શહેર-જિલ્લામાં કેસની સંખ્યા 745 પહોંચી ગઇ છે. બીજી તરફ માસ્કના દંડના મુદ્દે શુક્રવારે પણ ભારે વિવાદ થયો હતો. ગુરુવારે પાલિકાએ ‘દંડ નહીં, માસ્ક પહેરો’ની નીતિ જાહેર કરી હતી. એટલે કે માસ્ક નહીં પહેરનારને સમજાવાશે અને ત્યારબાદ તેમને માસ્ક અપાશે પછી જો માસ્ક ન પહેરે તો જ દંડ વસૂલવા જણાવાયું હતું.

મેયરે લીધેલા આ નિર્ણયને તેમના સાથી કોર્પોરેટરોએ પણ સારી બાબત ગણાવી સોશિયલ મીડિયા પર આ મુદ્દો વાઇરલ કર્યો હતો. જોકે શુક્રવારે પોલીસ કમિશનર અજય તોમરે આ મામલે સ્પષ્ટતા કરી હતી કે માસ્ક નહીં પહેરનાર પાસેથી દંડ તો વસૂલાશે જ. જોકે માસ્ક નહીં પહેર્યું હોય તેમને માસ્ક કેમ પહેરવું જોઇએ તે સમજાવાશે પણ ખરું. દિવ્ય ભાસ્કરે હેમાલી બોઘાવાલા સાથે દંડના નિર્ણય બાબતે પૂછતા તેમણે કહ્યું કે, લોકોએ માસ્ક તો પહેરવાનું જ છે પરંતુ નહીં પહેરનારા લોકોને માસ્ક આપવામાં આવશે.

લોકોએ જાતે જ માસ્ક પહેરવું જોઇએ જેથી પાલિકા કે પોલીસ દંડ કરે નહીં. લોકો જો માસ્ક પહેરે તો દંડના પ્રશ્નો ઉપસ્થિત થશે નહીં. માસ્ક નહીં પહેરનારને માસ્ક પહેરાવવામાં આવશે. પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ કહ્યું કે કોરોના જે રીતે ફેલાઇ રહ્યો છે તે રીતે માસ્ક પહેરવું જરૂરી છે. દંડ લેવા અંગેનો કોર્ટનો જ નિર્ણય છે. જો માસ્ક નહીં પહેરે તો દંડ લેવાશે, પરંતુ સાથે સાથે તેવા લોકોને માસ્ક આપીને સમજણ પણ આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો