તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સામાન્ય સભા:ફેરચૂંટણીની માંગ સહિતના મુદ્દે આજે સામાન્ય સભા તોફાની બનવાના એંધાણ

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધરપકડ થાય તો વિપક્ષની ગેરહાજરી નોંધાશે

પાલિકામાં સોમવારે સામાન્ય સભા છે. આ સભા ફેરચૂંટણીની માંગ સહિતના મુદ્દે તોફાની બનવાના એંધાણ છે. જો પોલીસ કોર્પોરેટરોની ધરપકડ કરે તો સભામાં તમામ વિપક્ષી સભ્યોની ગેરહાજરી નોંધાશે.

ગત શુક્રવારે પાલિકા ખાતે થયેલા તોફાનને પગલે 27 કોર્પોરેટરો ઉપરાંત અન્ય 2 મળી કુલ 29 સામે રાયોટિંગ, સરકારી ફરજમાં રૂકાવટ, મારામારી સહિતની 14 કલમો હેઠળ ગુનો સિક્યુરિટી ગાર્ડ મારફત નોંધાયો છે. ગત શુક્રવારની ઘટના છતાં પોલીસે શનિવારે બપોરે ગુનો દાખલ કર્યો હતો. શનિ અને રવિવારે કોર્પોરેટરોની ધરપકડ થઈ શકી નથી. ત્યારે સોમવારે ધરપકડ કરાય તો સભા વિપક્ષ વગર જ યોજાય તેવી સ્થિતિ નિર્માણ થઈ શકે છે.

સોમવારે પ્રથમ વખત સરદાર સભા ખંડમાં સામાન્ય સભા યોજશે ત્યારે આપ દ્વારા બે બેલેટ પેપરમાં ભુલનો આક્ષેપ અને ફેર ચૂંટણીની માંગને વળગી રહી આ ગરમાયેલા મામલે ફરી સામાન્ય સભામાં હોબાળો મચાવી શકે તેમ છે.સોમવારે સામાન્ય સભામાં ઉપરાંત આપના કોર્પોરેટરો નવા વિસ્તારોના સમાવેશ છતાં પ્રાથમિક સુવિધાનો અભાવ, ખાડી સફાઈ, સોસાયટીઓમાં સાફસફાઈ સહિત ના મુદ્દા ઉઠાવે તેમ છે. શહેરની ખાનગી સોસાયટીઓમાં પ્રત્યેક સુવિધાથી પરિપૂર્ણ કરી શહેરને પર્યાવરણલક્ષી બનાવવી સ્માર્ટ સિટીમાં રૂપાંતરિત કરવાના અને સીસી રોડના ઠરાવ અંગે પણ આપ કોર્પોરેટરો રસ્તા, સ્ટ્રીટલાઈટ જેવી પ્રાથમિક સુવિધાઓમાં છીંડા હોય તેથી ભારે વિરોધ કરે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...