ટેક્ષટાઈલ ઉદ્યોગકારોએ કમરકસી:આજે મેગા ટેક્સટાઈલ પાર્ક માટે સર્વે કરવા ટીમ આવશે

સુરત8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દેશમાં બનનારા 7 પાર્કમાંથી 1 સુરતને મળી શકે
  • ચેમ્બર 10 ઉદ્યોગપતિ સાથે પ્રેઝન્ટેશ આપશે

પીએમ મેગા ટેક્સટાઈલ પાર્ક માટે નક્કી કરવામાં આવેલી વાંસી બોરસી ગામનની જગ્યાનો સર્વે કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની ટીમ આજે સુરતમાં આવશે. ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2020-21ના બજેટમાં દેશમાં 7 મેગા ટેક્ષટાઈલ પાર્ક બનાવવા માટેની જાહેરાત કરવામાં આવી હતી. પીએમ મિત્રા મેગા ટેક્ષટાઈલ પાર્ક બનાવવાની જાહેરાતની સાથે જ સુરત શહેરના ટેક્ષટાઈલ ઉદ્યોગકારોએ કમરકસી છે. કુલ 7માંથી એક ટેક્ષટાઈલ પાર્ક સુરતને મળે તે માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પણ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતાં. ચેમ્બર દ્વારા અલગ અલગ જગ્યાનો સર્વે કરીને સરકારને રજૂઆત કરવામાં હતી.

દરમિયાન વર્ષ 2021-22ના ગુજરાત રાજ્યના બજેટમાં સરકારે નવસારીના વાંસી બોરસી ગામ ખાતે ટેક્ષટાઈલ પાર્ક બનાવવાની જાહેરાત કરી હતી અને રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકારને પ્રપોઝલ પણ મોકલવામાં આવી છે. જો કે, બીજી તરફ આ પાર્ક માટે દેશના 17 રાજ્યો દ્વારા પીએમ મિત્રા પાર્ક માટે પ્રપોઝલ મોકલવામાં આવી છે.

કેન્દ્ર સરકાર દ્વાર વર્ષ 2027-28 સુધીમાં સાત વર્ષ માટે 4445 કરોડ રૂપિયાનું બજેટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાંથી 7 રાજ્યોને પિએમ મિત્રા ટેક્સટાઈલ પાર્ક આપવામાં આવશે. દરમિયાન ટેક્ષટાઈલ મંત્રાલાયની ટીમ દઆવશે.

અન્ય સમાચારો પણ છે...