તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભગવાન જગન્નાથની રથયાત્રા:આજે રથયાત્રા, ભગવાન નગરચર્યાએ નહીં નીકળે, 200 મીટરના પરિસરમાં જ રથ ફરશે

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ શનિવારે તમામ તૈયારીઓ કરવામાં આવી હતી. શહેરમાંથી પાંડેસરા, સચીન, અમરોલી, જહાંગીરપુરા અને મહિધરપુરા એમ કુલ 5 જગ્યાએથી રથયાત્રા નીકળે છે. જોકે, આ વર્ષે પણ કોરોનાને લીધે પરિસરમાં જ રથ ફરશે. જેથી તમામ મંદિરોની બહાર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. - Divya Bhaskar
ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ શનિવારે તમામ તૈયારીઓ કરવામાં આવી હતી. શહેરમાંથી પાંડેસરા, સચીન, અમરોલી, જહાંગીરપુરા અને મહિધરપુરા એમ કુલ 5 જગ્યાએથી રથયાત્રા નીકળે છે. જોકે, આ વર્ષે પણ કોરોનાને લીધે પરિસરમાં જ રથ ફરશે. જેથી તમામ મંદિરોની બહાર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
  • ઇસ્કોન મંદિરમાં 27 વર્ષમાં પહેલીવાર પરિસરમાં રથયાત્રા યોજાશે
  • શ્રદ્ધાળુઓને કંટ્રોલમાં રાખવા પોલીસે મંદિરનો કબજો લઈ લીધો

પોલીસના કડક બંદોબસ્ત વચ્ચે આજે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે. પોલીસની આડોડાઇના કારણે અકળાઈને તમામ આયોજકોએ મંદિર પરિસરમાં જ રથયાત્રા કાઢવાનો નિર્ણય કર્યો હોવાથી તમામ રથયાત્રા મંદિર પરિસરમાં જ યોજાશે. ઇસ્કોન મંદિરમાં 27 વર્ષમાં પહેલીવાર 200 મીટરના પરિસરમાં ભગવાનનો રથ દિવસ દરમિયાન ફરશે.

શ્રદ્ધાળુઓને કંટ્રોલ કરવા માટે મંદિર બહાર મોટી સંખ્યામાં પોલીસ તહેનાત રહેશે. મંદિર પરિસરમાં જનાર શ્રદ્ધાળુઓ ઉપર પણ પોલીસનો જ કંટ્રોલ રહેશે. ઇસ્કોનમાં એકસાથે 200ને પરિસરમાં જવાની મંજૂરી રહેશે. એક સાથે 50 શ્રદ્ધાળુઓ રથ ખેંચી શકશે. એસઓપીને લીધે શ્રદ્ધાળુઓને પ્રસાદ વિતરણ નહીં કરાશે. શ્રદ્ધાળુઓ દ્વારા લવાયેલા ચઢાવા મંદિર ટ્રસ્ટ તરફથી સ્વીકારવામાં આવશે. એ સાથે જ લંકાવિજય મંદિર, સચીન અને પાંડેસરામાં પણ રથયાત્રા મંદિર પરિસરમાં જ યોજાશે.

ઈસ્કોન મંદિરમાં ભક્તો ભગવાનના રથને ખેંચી શકશે, પ્રસાદનું વિતરણ નહીં થાય
ઇસ્કોન મંદિર મહિધરપુરા :
સવારે 4.30 વાગ્યે મંગળા આરતી, 8 વાગ્યે શ્રૃંગાર આરતી કરાશે. 9 વાગ્યે રથયાત્રાની શરૂઆત થશે. શ્રદ્ધાળુઓ પણ રથ ખેંચી શકશે. સાંજે 7.30 વાગ્યે રથયાત્રાનું સમાપન થશે. ત્યારબાદ ભગવાનને મુખ્ય મંદિરમાં લઈ જવાશે. ભક્તોને મંદિરમાં મોકલવાનો કંટ્રોલ પોલીસ પાસે રહેશે. 27 વર્ષમાં પહેલીવાર મંદિર પરિસરમાં રથ ફરશે.{દિલીપભાઈ, મીડિયા કન્વીનર

લંકાવિજય મંદિર કતારગામ : 39 વર્ષમાં સતત બીજીવાર મંદિર પરિસરમાં રથ ફરશે. સવારે 6 વાગ્યે મંગળા આરતી, 7 વાગ્યે શ્રૃંગાર આરતી અને 12 વાગ્યા સુધી હવન થશે. ત્યારબાદ ભગવાનને રથ પર બિરાજમાન કરી મંદિર પરિસરમાં રથયાત્રા નીકળશે. એકસાથે કેટલાને મોકલવા તેનો નિર્ણય પોલીસ લેશે.પ્રસાદ વિતરણ નહીં થાય. 9 દિવસ સુધી ભગવાન રથ પર જ રહેશે. { મહંત સીતારામદાસજી

​​​​​​​સચિન રથયાત્રા : સવારે 6 વાગ્યે મંગળા આરતી, 8 વાગ્યે શ્રૃંગાર, 8.30 વાગ્યે હવન થશે. 10.30 વાગ્યે મંદિર પરિસરના 20-30 મીટરમાં રથયાત્રા શરૂ થશે અને 12 વાગ્યે સમાપ્ત થઈ જશે.ભક્તો દર્શન માટે આવી શકશે. બહાર પોલીસબંદોબસ્ત હશે.ભગવાન 9 દિવસ સુધી નજીકના હોલમાં રહેશે જ્યાં લોકો દર્શન કરી શકશે. 15 વર્ષથી રથયાત્રા યોજી રહ્યા છીએ.{ગોપીભાઈ, આયોજક

મહિધરપુરા રથયાત્રા : છેલ્લા 600 વર્ષથી રથયાત્રા નીકળે છે. ગયા વર્ષની જેમ જ આ વર્ષે પણ મંદિર પરિસરમાં જ ભગવાનની રથયાત્રા નીકળશે.સવારે 6 વાગ્યે મંગળા આરતી અને હવનનો કાર્યક્રમ થશે. 8 વાગ્યે ભગવાનને ભોગ લગાવી ત્રણ પુજારીઓ મંદિર પરિસરમાં જ રથ ખેંચશે. રથ પણ નાનો કરવાની ફરજ પડી છે. સાંજે 7 વાગ્યા સુધી દર્શન કરી શકાશે. પોલીસ 1-1 કરીને લોકોને મોકલશે.{ મહંત પદ્મચરણ દાસજી

​​​​​​​પાંડેસરા રથયાત્રા : સવારે 5 વાગ્યે મંગળા આરતી અને હવન, શ્રૃંગાર આરતી 7 વાગ્યે,8થી 9 દરમિયાન ભગવાનને ભોગ લગાવીને રથ પર લઈ જવાની કામગીરી કરાશે. 23 વર્ષમાં પહેલીવાર મંદિર પરિસરમાં જ 9 વાગ્યાથી રથયાત્રા શરૂ થશે. મંદિર ટ્રસ્ટના 40-50 લોકો જ પરિસરમાં રહી શકશે. પ્રસાદનું વિતરણ નહીં થશે. લોકો બપોરે 12 વાગ્યા સુધી અને સાંજે 5થી 9.30 સુધી ભગવાનનું દર્શન કરી શકશે.{બંસી માસ્તર, આયોજક

અન્ય સમાચારો પણ છે...