આજે ચંદ્રગ્રહણ:આજે અંબાજી, ઉમિયાધામ, ખાટુશ્યામ સહિતનાં મંદિરો સવારે 9થી રાત્રે 9 બંધ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભક્તો માટે દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો

આજે ચંદ્રગ્રહણ હોવાથી ઘણા બધા મંદિરો ભક્તોના દર્શન માટે બંધ રહેશે. તો ઘણા બધા મંદિરો ભજન કરવા ખુલ્લા પણ રહેશે. શહેરના મંદિરો પાર્લે પોઇન્ટ અંબાજી મંદિર સવારે 9થી રાતના 9 વાગ્યા સુધી ભક્તોને દર્શન માટે બંધ રહેશે.

વરાછા ઉમિયાધામ, મંદિર સવારે મંગળા આરતી પછી 7.30 વાગે બંધ થશે. રાત્રે 8:30 પછી સંધ્યા આરતી થશે. અશ્વિનીકુમાર મહાપ્રભુજીની બેઠક ખાતે દર્શન ખુલ્લા રહેશે. મુખ્યાજીએ જણાવ્યું કે, પુષ્ટિમાર્ગમાં ગ્રહણના સમયે ભક્તો માટે દર્શન બંધ કરાતા નથી. સ્વામિનારાયણ મંદિરોમાં પણ દર્શન ખુલ્લા રહેતા હોય છે.

વેડરોડ ગુરુકુળ પ્રભુચરણ સ્વામીએ જણાવ્યું હતું કે, ગ્રહણ દરમિયાન ઠાકોરજીની સામે બેસીને ભજન કરવાની પરંપરા હોવાથી મંદિર બંધ કરાતા નથી પરંતુ ગ્રહણ પૂર્ણ થયા બાદ ભગવાનને સ્નાન કરાવી વાઘા બદલીને આરતી કરવામાં આવે છે. કલાકુંજ સ્વામીના મંદિરના આત્મદર્શન સ્વામીએ જણાવ્યું કે માત્ર ગ્રહણના સમય પૂરતા એક કલાક મંદિર બંધ રહેશે. અડાજણ સહિત બીએપીએસ મંદિરો સાંજના પાંચ વાગ્યાથી 6.20 સુધી ગ્રહણ પૂરતા બંધ રહેશે કાપોદ્રા કર્મનાથ મહાદેવ મંદિર સવારે 6 થી સાંજના સાત વાગ્યા સુધી બંધ રહેશે.

કાર્તિકી સ્નાનમાં વિક્ષેપ
પૂનમના દિવસે કાર્તિકી સ્નાનનું અનેરુ મહત્વ હોય છે પણ ગ્રહણને લીધે જળને સ્પર્શ કરવો તેમજ નદી નાળામાં જવું નિષેધ હોય છે તેથી કાર્તિકી સ્નાનમાં વિક્ષેપ જણાશે. ગ્રહણ પૂર્ણ થયા પછી ઘણા લોકો સ્નાન કરશે. સૂર્યાસ્ત પછી મહત્વ નથીરહેતું. > ડો. વિમલ પંડ્યા, જ્યોતિષાચાર્ય

ચંદ્રગ્રહણ નિર્ણય
કારતક સુદ પૂનમ 8 નવેમ્બર મંગળવાર મેષ રાશિમાં થનાર ચંદ્રગ્રહણ ભારતમાં દેખાડવાનો હોવાથી ધાર્મિક રીતે નિયમો પાળવાનુ રહેશે. વેધ સવારે 5. 40 સ્પર્શ બપોરે 2.40 ,ગ્રસ્તોદય સાંજે 5.59 (આ સમયથી ગ્રહણ પાળવું.) મોક્ષ સાંજે 6.18.

વેધકાળની અસરો
​​​​​​​
વેધ અને ગ્રહણકાળ દરમિયાન ભોજન કરી શકાય નહીં. ગ્રહણ દેખાવાના 3.30 કલાક પહેલા સુધી પાણી પી શકાય. રોગી, બાળક, ગર્ભવતી અને વૃદ્ધ વગેરે પોતાની યથાશક્તિ ઉપવાસ કરવો જરૂર જણાય તો દૂધ ફળ પાણી લઈ શકાય.

અન્ય સમાચારો પણ છે...