• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Today, Rs. It Is Estimated That More Than 130 Crore Pieces Of Jewelery Will Be Sold, Only 30 Per Cent Of Silverware Will Be Sold

ભાસ્કર વિશેષ:આજે શહેરમાં રૂ. 130 કરોડથી વધુના દાગીના વેચાશે 30 ટકા જેટલા માત્ર ચાંદીનાં વાસણો વેચાવાનો અંદાજ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ગત વર્ષ કરતાં 80 ટકા વધારે બિઝનેસ થવાની ગણતરી

પુષ્ય નક્ષત્રમાં જ્વેલર્સે 100 કરોડથી વધારેના દાગીનાનું વેચાણ કર્યું હતું, ત્યારે 2 નવેમ્બરે ધનતેરસ નિમિત્તે 130 કરોડના સોના-ચાંદીના દાગીના વેચાવાનો મત જ્વેલર્સ વ્યક્ત કરી રહ્યા છે. 130 કરોડના દાગીનામાંથી 30 ટકા જેટલા ચાંદીના વાસણો વેચાશે. પુષ્ય નક્ષત્રમાં જેમની ખરીદી બાકી રહી ગઈ છે તેઓ આ દિવસે ખરદી કરશે. લગ્નની ખરીદી પણ થશે.

વાસણ ખરીદીનો ટ્રેન્ડ
ધનતેરસમાં શૂકન માટે પણ લોકો સોના-ચાંદીના દાગીનાની ખરીદી કરતાં હોય છે. સોનાની સાથે સાથે ચાંદીના વાસણોની પણ ખરીદી થતી હોય છે. સુરતમાં 125 કરોડના સોના-ચાંદીના દાગીના વાસણો વેચાશે જેમાંથી 39 કરોડ રૂપિયાના ચાંદીના વાસણો વેચાવાનો સુરતના જ્વેલર્સો મત વ્યક્ત કરી રહ્યાં છે.

ગત વર્ષ કરતા ઘણો સારો બિઝનેસ થવાની શક્યતા
ગત વર્ષે બિઝનેસ નહોતો. પણ પુષ્ય નક્ષત્રમાં જેમ લોકોએ જ્વેલરી ખરીદી કરવા માટે ઉત્સાહ દાખવ્યો છે તેવી જ રીતે ધનતેરસમાં પણ લોકો વધારે સોના-ચાંદીના દાગીનાની ખરીદી કરે તેવી શક્યતા છે અને જ્વેલર્સની ધનતેરસ સારી જશે.’ - સલીમ દાગીનાવાલા, જ્વેલર્સ એસોસિએશન પ્રમુખ

શુકન માટે દાગીના સાથે વાસણોની પણ ખરીદી
લોકો શુકન માટે જ્વેલરી ખરીદતા હોય છે, જેમાં ખાસ કરીને સોનાના દાગીનાની સાથે સાથે લોકો ચાંદીના વાસણો પણ ખરીદી કરે છે. અંદાજે 30 ટકા માત્ર ચાંદીનાં વાસણો જ વેચાશે. - નૈનેષ પચ્ચીગર, ઈબ્જાના પ્રમુખ

અન્ય સમાચારો પણ છે...